રોગ:અમરેલી પંથકમાં સીઝનલ ફ્લુનો વાયરો

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના દર્દી શરદી, ઉધરસ અને તાવના : મેલેરિયાના ઉપદ્રવનો પણ પ્રારંભ, બાબરામાં પણ પાણીજન્ય રોગ અને ફ્લુ

પાછલા વર્ષોમા ડેન્ગ્યુ અને મેલેરીયાએ અજગર ભરડો લીધો હતો. જયારે ચાલુ સાલે સિઝનલ ફલુનો વાયરો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે દરેક ચોમાસામા ફલુના દર્દીઓની સંખ્યા વધે છે. પરંતુ ચાલુ સાલે ફલુના દર્દીઓની સંખ્યા અચાનક બેહદ રીતે વધી છે.

અમરેલીમા સિવીલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમા પણ દર્દીઓની ભરમાર જોવા મળી રહી છે.જિલ્લાના તાલુકા મથકોમા પણ મોટાભાગની સરકારી હોસ્પિટલોમા દર્દીઓની સંખ્યા બમણી થઇ છે. માત્ર સરકારી હોસ્પિટલોની જ વાત કરીએ તો જે હોસ્પિટલમા દૈનિક 100થી 125 દર્દી સારવાર માટે આવી રહ્યાં હતા ત્યાં હવે 225 થી 250 દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. જેમાથી મોટાભાગના તાવ, શરદી, ઉધરસના દર્દીઓ હોય છે. અમરેલી ઉપરાંત રાજુલા, સાવરકુંડલા, વડીયા, લાઠી અને બાબરા પંથકમા સિઝનલ ફલુના દર્દીઓની સંખ્યા રોકેટ ગતિથી વધી રહી છે.

જેના કારણે સરકારીઅને ખાનગી હોસ્પિટલો પરનુ ભારણ વધી રહ્યું છે.અમરેલીમા તો ખાનગી હોસ્પિટલોમા રાત સુધી દર્દીઓ આવવાનો સીલસીલો ચાલુ રહે છે. આ ઉપરાંત સિવીલ હોસ્પિટલમા દાખલ થયેલા દર્દીઓની સંખ્યામા પણ ઉછાળો આવ્યો છે. પાલિકા દ્વારા કયાંય દવાનો છંટકાવ કરાતો નજરે પડતો નથી. તમામ નગરપાલિકા અને ગ્રામ પંચાયતો દ્વારા દવાનો છંટકાવ અને પાણીનુ કલોરીનેશન નિયમીત રીતે કરાઇ તો ફલુનો ઉપદ્વવ થોડો હળવો પડે.

બીજી તરફ બાબરા સરકારી હાેસ્પિટલ ખાતે પણ અાજે 175 દર્દીઅાે સારવાર માટે અાવ્યા હતા. જેમા 40 દર્દીઅાે તાવ, શરદી, ઉધરસના તેમજ અન્ય ફલુ અને ઝાડા ઉલટીના કેસ જાેવા મળ્યાં હતા. અહી પણ ઋતુજન્ય રાેગચાળાે પ્રસર્યાે હાેવાનુ જાેવા મળી રહ્યું છે. આમ, અમરેલી પંથકના લોકો સીઝનલ ફલુનો શિકારી બની રહ્યાં છે.

સાવરકુંડલામાં ખાનગી હોસ્પિટલો પણ ભરચક્ક
સાવરકુંડલામા આજે સરકારી હોસ્પિટલમા 400 દર્દીની ઓપીડી હતી. જયારે ટ્રસ્ટની હોસ્પિટલમા પણ 300 દર્દી સારવારમા હતા. અહીની તમામ ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ભરચક્ક જોવા મળી રહી છે.

વડિયામાં ઇનડોર દર્દી વધ્યાં
લાઠીમા પણ એક જ દિવસમા 300 દર્દી સારવારમા આવ્યા હતા. જયારે ધારીમા 180 અને વડીયામા 250 દર્દી સારવારમા આવ્યા હતા. અહી સામાન્ય રીતે 100થી 125 દર્દી આવતા હેાય છે પણ હવે દર્દી બમણા થયા છે. અહી નાની હોસ્પિટલમા પણ 25 દર્દી ઇનડોર છે.

ચોમાસાને પગલે ખાંભામાં મેલેરિયાનો પણ ઉપદ્રવ
આમપણ દરેક ચોમાસામા ગીરકાંઠો મેલેરીયા માટે સંવેદનશીલ હોય છે. ચોમાસામા આ વિસ્તારમા મચ્છરોનો ઉપદ્વવ બેહદ વધ્યો છે. જેના કારણે ખાંભામા મેલેરીયાએ માથુ ઉંચકયુ છે. અહી દરેક હોસ્પિટલમા મેલેરીયાના દર્દીઓ દેખાવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...