શરૂઆત:અમરેલી-વેરા‌વળ ટ્રેનમાં સીઝન પાસનો આજથી પ્રારંભ કરાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોક ડાઉન વખતે પાસના બાકી બચેલા દિવસોની મુસાફરી હવે કરી શકાશે

કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં અમરેલી- વેરાવળ સહિતની ટ્રેન બંધ કરવામાં આવી હતી. જે બાદ કોરોના કેસમાં ઘટાડો થતા રલવે વિભાગે અમરેલી - વેરાવળ ટ્રેન ફરી શરૂ કરી હતી. પણ સીઝન પાસ બંધ હતો. પણ કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વખત જન જીવન કાર્યરત થયું છે. અને ધોરણ 6 થી 12 સુધીની શાળાઓ પણ શરૂ થઈ ગઇ છે. જેના કારમે પશ્વિમ રેલવે દ્વારા ભાવનગર મંડળીની 16 ટ્રેનમાં આવતીકાલથી સીઝન પાસનો પ્રારંભ કરશે.

જેમાં અમરેલી - વેરાવળ ટ્રેનનો પણ સમવાશે કરાયો છે. અમરેલી, ધારી, ચલાલા, વિસાવદર, કાંકશીયાનેસ , સાસણ, તાલાળા અને વેરા‌વળ રેલવે સ્ટેશન પરથી અપડાઉન કરતા વિદ્યાર્થી અને વેપારી પાસ મેળવી શકશે. અહી જે મુસાફર પાસે જુનો પાસ હશે. અને લોકડાઉનના સમયે જેના પાસના દિવસો નીકળતા હશે. તેટલા દિવસ મુસાફરી કરવા દેવાશે. પણ આ માટે જૂની પાસ રજૂ કરી મુસાફરોને નવો પાસ કાઢવાનો રહેશે. આમ, આ નિર્ણય મુસાફરો સહિતનાએ આવકાર્યો હતો.

કઈ ટ્રેનમાં આજથી પાસ ચાલશે ?

  • અમરેલી- વેરા‌વળ
  • પોરબંદર – રાજકોટ એક્સપ્રેસ
  • વેરાવળ- રાજકોટ પેસેન્જર
  • ભાવનગર – સુરેન્દ્રનગર પેસેન્જર
  • ભાવનગર – પાલિતામા પેસેન્જર
  • ભાવનગર – મહુવા એકસપ્રેસ
અન્ય સમાચારો પણ છે...