અંતે વનવિભાગને સફળતા મળી:ધારીના જીરા ગામમાં 3 વર્ષની બાળકીને ફાડી ખાનાર દીપડી પાંજરે પુરાઈ, વનવિભાગે આજે 8 પાંજરા ગોઠવ્યા હતા

અમરેલી8 દિવસ પહેલા
  • દીપડી પાંજરે પુરાતા વનવિભાગ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામમાંથી ત્રણ વર્ષની બાળકીને દીપડી ઉઠાવી જતા બાળકીનો મોત નિપજ્યું હતું. દીપડીને ઝડપવા વનવિભાગે આજે આઠ પાંજરાઓ ગોઠવતા મોડી સાંજે એક પાંજરામાં આબાદ ઝડપાઈ હતી. દીપડી પાંજરે પુરાતા વનવિભાગ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દીપડીએ ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાઘી હતી
અમરેલી જિલ્લાના ધારી તુલાકના જીરા ગામમાં બે દિવસ પહેલા ઘૂસી આવેલી દીપડીએ ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી સીમ વિસ્તારમાં નાસી ગઈ હતી. લોકોએ બૂમાબૂમ કરતા દીપડી બાળકીને મૂકી નાસી છૂટી હતી. જો કે, દીપડીના હુમલાના કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હોય બાળકીનું મોત નિપજ્યું હતું. ચંદ્રીકા ચારોલા નામની બાળકીના મોત બાદ ગામમાં ડરનો માહોલ છવાયો હતો. વનવિભાગની ટીમે દીપડીને ઝડપવા કવાયત તેજ કરી હતી.

દીપડી નહિ પકડાતા વનવિભાગ ચિંતિત હતું
દીપડો નહિ પકડાતા વનવિભાગ દ્વારા આજે વધુ 8 પાંજરા મુકવામાં આવ્યા હતા. જેથી દીપડી ગમે તે રીતે પકડાય શકે.વિનવિભાગ હાલમાં વનવિભાગ દ્વારા સીમ વિસ્તારમાં રાત દિવસ તપાસ હાથ ધરી હતી. કલાકો બાદ પણ દીપડીની કોઈ ભાળ ન મળતા આજે અલગ અલગ વિસ્તારમાં આઠ પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા. જેમાં વનવિભાગને સફળતા મળી હતી અને એક પાંજરામાં દીપડી કેદ થઈ હતી. દીપડી પાંજરે પુરાતા વનવિભાગ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દીપડીને ઝડપવા ગોઠવેલા પાંજરાની તસવીર
દીપડીને ઝડપવા ગોઠવેલા પાંજરાની તસવીર
અન્ય સમાચારો પણ છે...