આકરો તાપ:અમરેલીમાં બળબળતો તાપ, મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હવામા ભેજનું પ્રમાણ વધતા ઉકળાટથી લોકો ત્રસ્ત

અમરેલી પંથકમાં આમ તો પાછલા ઘણા સમયથી તાપમાનનો પારો જાણે નીચે ઉતરવાનુ નામ લેતો નથી. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયુ હતુ. જેને પગલે બળબળતા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. તો હવામા ભેજનુ પ્રમાણ વધતા ભારે ઉકળાટની સ્થિતિ જોવા મળી હતી.

શહેરમાં પાછલા એકાદ માસથી ગરમીનો પારો સતત ઉંચકાયેલો જ જોવા મળી રહ્યો છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયુ હતુ. અહી આકરા તાપથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. બપોરના સુમારે તો જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેમ લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનુ પણ ટાળી રહ્યાં છે.

થોડા દિવસો પહેલા અહી માવઠાની સ્થિતિ પણ ઉભી થઇ હતી અને રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમા કમોસમી વરસાદ ખાબકયો હતો. આજે શહેરમા ન્યુનતમ તાપમાન 26.1 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ વધીને 80 ટકા નોંધાયુ હતુ. તો પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 10.3 કિમીની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...