હિટવેવ:અમરેલી પંથકમાં આગ ઝરતી ગરમી,તાપમાન 44 ડિગ્રી પર

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગરમ લુ ફૂંકાતા લોકો ત્રસ્ત : બપોરે માર્ગો સુમસામ બન્યા

હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરાઇ છે. તેની વચ્ચે અમરેલીમા આજે મહતમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી જતા આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. આખો દિવસ ગરમ લુ ફુંકાતી હતી. કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સુમસામ જોવા મળ્યાં હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં પાછલા કેટલાક દિવસોથી તાપમાન સતત ઉંચકાયેલુ જોવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા અમરેલીમાં તાપમાનનો પારો 44.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 44 ડિગ્રી રહ્યું હતુ. જયારે ન્યુનતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયુ હતુ.

તો હવામા ભેજનું પ્રમાણ 72 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 10.2 કિમીની રહી હતી. સવારે સુર્યનારાયણ ઉગતાની સાથે જ વાતાવરણમા ગરમાવો આવી જાય છે અને બપોર થતા સુધીમા તો આકાશમાથી જાણે અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિ અહી જોવા મળી રહી છે. બપોરના સુમારે આકરા તાપને પગલે માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યાં છે.

ઠંડાપીણાની દુકાનોમાં ભારે ભીડ
આકરી ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, બરફના ગોલા, આઇસ્ક્રીમ, લચ્છી સહિત ઠંડાપીણાનુ સેવન કરી રહ્યાં છે. જેને પગલે ઠંડાપીણાની દુકાનોએ પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...