અમરેલીના વરૂડીમા રહેતા અને મોટા સરધાર સાસરે સ્થિત મહિલાને તેના પતિએ મારકુટ કરી તેમજ સાસુ સસરા અને નણંદે પણ કરિયાવર મુદે શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બંસીબેન રવિભાઇ સમતરીયા (ઉ.વ.24) નામના મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મોટા સરધારમા રહેતા રવિ દેવરાજભાઇ સમતરીયા સાથે તારીખ 27/5/21ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. થોડો સમય લગ્ન જીવન સારૂ ચાલતુ હતુ.
બાદમા તેને ખબર પડી કે તેનો પતિ રવિ દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ ધરાવે છે જેથી તેને કહેતા રવિએ મારકુટ કરી હતી.આ ઉપરાંત સસરા દેવરાજભાઇ અને સાસુ કમળાબેન તેમજ નણંદ ભાવિશાબેન પણ કહેતા હતા કે રવિએ તારી સાથે પ્રેમલગ્ન કર્યા છે અને તારે અહી નોકરાણી બનીને જ કામ કરવાનુ હોય કહી અવારનવાર કરિયાવર મુદે શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા હતા જેથી તેઓ રીસામણે આવી ગયા હતા. બનાવ અંગે એએસઆઇ જે.કે.વાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.