રાજુલામા રેઇનબો સોસાયટીમા પુત્રને સુવડાવી દેવા માટે પતિએ પત્નીને ઠપકો આપતા પત્નીએ રૂમનુ બારણુ બંધ કરી છતમા હુક સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.અહી રહેતા કોમલબેન જયેશભાઇ વાગડીયા (ઉ.વ.22) નામના મહિલા અને તેના પતિ જયેશભાઇ બંને રાત્રીના સુતા હતા ત્યારે તેનો પુત્ર રડતો હોય જેથી જયેશભાઇએ તેના પત્નીને કહેલ કે પુત્રને છાનો રાખી સુવડાવી દે.જો કે કોમલબેનને આ વાતનુ લાગી આવતા તેઓ રીસાઇને સુઇ ગયા હતા.
જો કે સવારના તેણે રૂમનુ બારણુ બંધ કરી છતના હુકમા દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે જયેશભાઇ વાગડીયાએ રાજુલા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.