વાહન ચાલકોને મુશ્કેલી:કાતર કોટડી આગરીયા માર્ગ બિસ્માર હાલતમાં, નવો બનાવવા માંગણી કરવામા આવી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ જર્જરિત હાલતમાં બની જતા વાહન ચાલકોને અગવડતા

રાજુલા તાલુકાના માર્ગ મકાન વિભાગ હસ્તકના કાતર કોટડી આગરીયા માર્ગ હાલ બિસ્માર હાલતમા બની ગયો છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ પ્રશ્ને ધારાસભ્ય દ્વારા માર્ગ મકાન વિભાગના મંત્રીને રજુઆત કરવામા આવી છે. ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા માર્ગ મકાન વિભાગના મંત્રી પુર્ણેશભાઇ મોદીને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે રાજુલા તાલુકા માર્ગ મકાન પેટા વિભાગ હસ્તકનો કાતર કોટડી આગરીયા રોડ બન્યાને ઘણો સમય વિતી ગયો હોય હાલ આ માર્ગ તદન ભંગાર હાલતમા બની ગયો છે.

અહીથી દિવસ દરમિયાન મોટી સંખ્યામા વાહનો પસાર થતા હોય છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગમા અનેક જગ્યાએ ખાડાઓ પણ પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. ત્યારે આ માર્ગ નવો બનાવવા માંગણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...