હવામાન:અમરેલી જિલ્લામાં 6 અને 7મી માર્ચે છુટાછવાયા હળવા વરસાદની આગાહી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવામાન આંશિક ભેજવાળું અને વાદળછાયું રહેવાની શકયતા
  • મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રી રહેવાની શક્યતા

અમરેલી જિલ્લામા ઉનાળાના આરંભ પહેલા જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામા આવી છે. આગામી 6 અને 7મીએ છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી તા.6 થી તા.7 દરમિયાન જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી છે.

આ આગાહી મુજબ અમરેલી જિલ્લામાં આ બે દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. જો કે આજે શહેરનુ મહતમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 19.9 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 36 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 6.8 કિમીની નોંધાઇ હતી.

આગામી દિવસોમા હવામાન આંશિક ભેજવાળુ, આંશિક વાદળછાયુ રહેવાની શકયતા છે. મહતમ તાપમાન 37 થી 39 ડિગ્રી સુધી રહેવાની અને પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 11 થી 16 કિમીની રહેવાની શકયતા છે.

સેન્દ્રિય ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરવાની ભલામણ
બીજી તરફ નાયબ બાગાયત નિયામકે જણાવ્યું હતુ કે હાલ કમોસમી વરસાદની આગાહી હોય આંબાની ખેતી કરતા ખેડૂતો તેમના આંબાવડીયામા કોઇપણ રાસાયણિક, સેન્દ્રિય ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરે તે ઉચિત છે.

અન્ય સમાચારો પણ છે...