કાર્યવાહી:તું ગમતી નથી કહી પતિએ માથામાં કુહાડીનો ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચક્કર આવતા પડી ગયાનું બહાનું બતાવી હોસ્પિટલે લઇ ગયો : રામપરા-2 ગામની ઘટના

રાજુલા તાલુકાના રામપરા-2 ગામે રહેતી એક પરિણિતાને તુ મને ગમતી નથી કહી પતિએ માથામા કુહાડીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. બાદમા પત્નીને ચક્કર આવતા પડી ગયાનુ બહાનુ બતાવી હોસ્પિટલે લઇ ગયો હતો.

જો કે અહી તેમણે જ હત્યા કરી હોવાનુ કબુલતા પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.વિક્રમભાઇ સુમરાભાઇ લાખણોત્રાએ પીપાવાવ મરીન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના બહેન માલુબેનના લગ્ન રામપરા-2 ગામે સગા ફુઇ બાયાબેનના દીકરા બુધા ભીખાભાઇ વાઘ સાથે વીસ વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમા 17 વર્ષથી એક દીકરી પણ છે. અઢી વર્ષથી બુધાભાઇ તેના પત્ની માલુબેનને તુ ગમતી નથી કહી દુખત્રાસ ગુજારી રહ્યાં હતા.

ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યે બુધાભાઇએ માલુબેનને માથામા કુહાડીનો ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.બાદમા બુધાભાઇ માલુબેનને ચક્કર આવતા પડી ગયા હોવાનુ કહી રાજુલા દવાખાને લઇ ગયા હતા. જયાં વિક્રમભાઇ સહિત પરિવારજનો દોડી ગયા હતા. માલુબેનને માથામા ઇજા પહોંચી હોય જેથી બુધાભાઇને કડકાઇથી પુછતા તેણે જ કુહાડીનો ઘા ઝીંકી હત્યા કરી હોવાનુ કબુલ્યુ હતુ. જેને પગલે પીપાવાવ મરીન પોલીસે અહી દોડી આવી બુધાભાઇ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પતિના ત્રાસથી અગાઉ પણ ઝેરી દવા પીધી હતી
માલુબેનને તેના પતિ બાધુભાઇ અઢી વર્ષથી દુખત્રાસ ગુજારતો હોય અગાઉ પણ તેનુ ગળુ દબાવતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ ઉપરાંત માલુબેને પતિના ત્રાસથી ઝેરી દવા પણ પીધી હતી. જો કે માલુબેન આઠેક માસ રીસામણે રહ્યાં બાદ સમાધાન થતા પરત સાસરીયામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...