હાલાકી:ગીરમાં વસતા સાવજોના હવે શહેરી વિસ્તારમાં ધામાથી મજુરોને હાલાકી

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવારનવાર માણસ પરના હુમલાની ઘટનાથી લોકો ચિંતિત : ખેડૂતો પણ પરેશાન

અમરેલી જિલ્લામા જંગલમા વસતા સાવજોને હવે રેવન્યુ વિસ્તાર વધુ માફક આવી ગયો હોય તેમ વસવાટ કરવા લાગ્યા છે. ગીરકાંઠાના ખાંભા, સાવરકુંડલા, ધારી તેમજ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમા પણ મોટી સંખ્યામા સાવજો રેવન્યુ વિસ્તારમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. હવે તો સાવજોએ શહેરી વિસ્તારની પણ વાટ પકડી છે.

સાવરકુંડલા પંથકમા પણ ગ્રામિણ વિસ્તારોમા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી ત્રણ માસમા સાવજ દ્વારા હુમલાની ઘટનામા ત્રણ વ્યકિત મોતને ભેટી હતી. જેના કારણે આ વિસ્તારના લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાડી ખેતરોમા કામ કરતા મજુરો હવે ખેતરોમા કામ કરવા રાજી નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે. ઘનશ્યામનગર, આદસંગ, થોરડી વિગેરે ગામોની સીમમા સાવજો આંટાફેરા મારી રહ્યાં છે.

આ ઉપરાંત ધારી અને ખાંભા ગીરકાંઠાના ગામો તેમજ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના ગામોમા પણ હવે મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અવારનવાર સાવજો માર્ગ પર આવી અડિંગો જમાવીને બેસી જાય છે. થોડા સમય પહેલા જાફરાબાદ પંથકમા એક સિંહણે અનેક લોકો પર હુમલો કર્યો હતો. વાડી ખેતરોમા પણ સાવજોના આંટાફેરાથી હવે મજુરો પણ કામે આવતા નથી.

ઘનશ્યામનગરના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું
ઘનશ્યામનગર, આદસંગ, થોરડી ગામના ગ્રામજનોએ વનતંત્રને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઅાત કરી હતી. આ વિસ્તારમા સાવજોના માણસ પરના હુમલાની ઘટના વધી હતી. આ વિસ્તારમાથી સાવજોને દુર ખદેડવાની માંગ ગ્રામજનોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...