લોકોમાં ભય:સરંભડા ગામમાં બે દિવસમાં સાવજોએ કર્યું 6 પશુનું મારણ

બાબાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવજો ગામમાં આવી ચઢતા લોકોમાં ભય

અમરેલી તાલુકાના સરંભડામા બે દિવસમા સાવજોએ છ પશુનુ મારણ કરતા ગ્રામજનોમા ફફડાટ વ્યાપી ઉઠયો છે. અવારનવાર સાવજો છેક ગામ સુધી આવી ચડતા હોય ખેડૂતોમા પણ ભય જોવા મળી રહ્યો છે. સાવજોએ પશુઓનુ મારણ કર્યાની આ ઘટના અમરેલી તાલુકાના સરંભડામા બની હતી. અહી આવેલ રાજુભાઇ છગનભાઇ કાછડીયાના તબેલામા ચાર સાવજો શિકારની શોધમા આવી ચડયા હતા.

અહી સાવજોએ ચાર પશુનુ મારણ કરી મિજબાની માણી હતી. જેને પગલે ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો. ગતરાત્રીના પણ ગામના પાદરમા સાવજો આવી ચડયા હતા અને બે રેઢીયાર પશુનુ મારણ કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમા શેત્રુજી નદીના પટમા તેમજ વાડી વિસ્તારમા સાવજો વસવાટ કરે છે. બે દિવસમા સાવજોએ છ પશુનુ મારણ કરતા હાલ ગ્રામજનોમા ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...