રમત-ગમત:અમરેલીમાં ડે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં સાવરકુંડલાની આઝાદ બી ઈલેવનનો વિજય

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 ઓવરમાં 91 રન ફટકારી ઝળહળતો દેખાવ કર્યો, અમરેલીની શિવ ઇલેવન પરાજીત

અમરેલીમાં ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેની ફાઈનલમાં સાવરકુંડલાની આઝાદ બી ઈલેવને 10 ઓ‌વરમાં 91 રન ફટકાર્યા હતા. અને અમરેલીની શિવ ઈલેવનને પરાજીત કરી હતી.અમરેલીમાં સહજ સીટી ખાતે દિવસની કિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાભરની જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં સાવરકુંડલાની આઝાદી બી ઈલેવને અને અમરેલીની શિવ ઈલેવન બંને ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આઝાદ બી ઈલેવનના આસિફ મકવાણાની ફીફટીની મદદથી 10 ઓવરમાં 91 રન ફટકાર્યા હતા.

તેમનો સામનો કરવા ઉતરેલી શિવ ઈલેવન જોની ચૌહાણે 5 વિકેટ ઝડપડા 14 રને પરાજીત થઈ હતી. અંતે સાવરકુંડલાની આઝાદ બી ઈલેવને ફાઈનલમાં ઝળહળતો દેખાવ કરી ટ્રોફી હાંસલ કરી હતી.અહી આઝાદ બી ઈલેવનના કપ્તાન રમીજ મેલક, વાઈસ કપ્તાન અક્રમ કુરેશી, સલીમ ડાઘો, સાબિર મલેક, શાહિદ ઝાંખરા, શકીલ ઝાંખરા, દશું, અચુ, જોની ચૌહાણ, શોએબ મલેક અને મોહસીન ગોરીને ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા. ફીફટી કરનાર આસિફ મકવાણાને મેન ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...