તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃત ગામ:સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામમાં બીજી લહેરમાં કોરોનાના માત્ર 4 કેસ નોંધાયા, કોઇ સંક્રમિત ન રહેતા કોવિડ કેસ સેન્ટર ખાલી

અમરેલી3 મહિનો પહેલા
  • ગામના લોકોએ સ્વૈચ્છિક સાવેચીત રાખી હોવાથી કોરોના સંક્રમણ ગામથી દૂર રહ્યું છે

અમરેલી જિલ્લાના સાંસદ નારણ કાછડીયાએ લીધેલા દત્તક ગામ મોટા ઝીંઝુડામાં 4500 ની વસ્તી ધરાવતું ગામ છે. અહીં પ્રથમ લહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. કોરોના અને અન્ય બીમારીના કારણે અહીં 20 ઉપરાંત લોકો મોતને ભેટ્યા હતા. કોરોનાની બીજી લહેરમાં ખુબ સારી સ્થિતિ સામે આવી રહી છે. અહીં ગામમાં લોકો સાવચેતી રાખી રહ્યાં છે. જેના કારણે માત્ર 4 કેસ નોંધાયા છે.

હાલમાં કોઈ સંક્રમિત ન હોવાને કારણે કોવિડ સેન્ટર ખાલી

આ ગામના લોકો સુરત અમદાવાદમાં ખુબ રહે છે. નાના મોટા બિઝનેસ સાથે સંકળાયેલા હોવાને કારણે મહાનગરોમાં રહે છે. જયારે ગામમાં હાલ સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે છે. સરકારની ગાઈડ લાઈનનું પાલન થાય છે. બીજી તરફ લોકો અહીં બિનજરૂરી બહાર આવતા નથી. બે દિવસ પહેલા કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. તથા હાલમાં કોઈ સંક્રમિત ન હોવાને કારણે કોવિડ સેન્ટર પણ હાલ તો ખાલી છે.

અમારે તો અત્યારે કોરોનાનો કેસ જ નથી

સરપંચ શારદાબેનના પતિ પ્રતિનિધિ કેશુભાઈ સુહાગીયાએ જણાવ્યું છે કે હાલમાં સારું છે. અગાઉ 20 ઉપર લોકો મરી ગયા છે. સાંસદે દત્તક લીધેલને 1 વર્ષ થયું છે. પણ હજી તો કોઈ સુવિધા આપી નથી. ગામમાં એકવાર ભાષણમાં કહ્યુ હતું કે સુવિધા આપશું. રોડને એવું બધું બાકી છે. તેમજ મોટા ઝીંઝુડા ગામના અગ્રણી જગદીશભાઈ નિનામાએ જણાવ્યું છે કે સાંસદે ઘણી મદદ કરેલી છે. કોવિડ સેન્ટર પણ ચાલુ કરાવ્યું છે. અમારે તો અત્યારે કોરોનાનો કેસ જ નથી. બે ચાર આવ્યા હતા. ઘણો સમય થયો ત્યારે કોવિડ સેન્ટર સ્કૂલમાં ચાલુ કર્યું છે કેસ નથી એટલે બંધ છે.

ગામમાં કોરોના દરમ્યાન કેસ બિલકુલ નથી

ગાન દત્તક લેનાર સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું છે કે મોટા ઝીંઝુડા ગામમાં કોરોના દરમ્યાન કેસ બિલકુલ નથી. મોટું ગામ છે પણ ગામે સારી સાવચેતી રાખી છે. બે વખત મે સેનિટાઇઝ કરાવ્યું છે. તથા વેક્સિનેશન કેમ્પ કરાવ્યા છે. હજુ કેટલાય લોકોએ વેક્સિન લીધી નથી. તેમને સમજાવી વેક્સિન અપાવવાની છે.

અન્ય સમાચારો પણ છે...