તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાવરકુંડલાથી પાલીતાણા જતી બસ રેલવે ફાટકમાં અથડાતા સર્જાયો અકસ્માત, 6 લોકો ઈજાગ્રસ્ત, 1 બાળકનું મોત

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ફાટક બંધ હતું તે દરમિયાન પુરપાટ સ્પીડમા જતી બસ ફાટકની રેલિંગ સાથે અથડાઈ

અકસ્માતમાં મુસાફરો ફસાઈ જતા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યાં

અમરેલી જિલ્લામાં આજે શુક્રવારે બપોર બાદ એક ખાનગી બસ રેલવે ફાટકની રેલિંગ સાથે અથડાતા અકસ્તામ સર્જાયો હતો. સાવરકુંડલાથી ગારીયાધાર પાલીતાણા જતી ખાનગી બસ ભુવા રોડ પર રેલવે ફાટક બંધ હતું તે દરમિયાન પુરપાટ સ્પીડમા જતી ખાનગી બસ રેલવે ફાટકની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

6 લોકો ઈજાગ્રસ્ત જેમાં 3ની હાલત ગંભીરઅકસ્માત દરમિયાન બસમાં સવાર 15થી વધુ મુસાફરો ગભરાઈ ગયા હતા. અકસ્માતમાં મુસાફરો ફસાઈ જતા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યાં હતા. આ ઘટનામા 1 બાળકનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. તેમજ 6 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને 108 દ્વારા સાવરકુંડલા અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તોમાં 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બસના પતરા તોડી મુસાફરોને બહાર કઢાયા108 એમ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ અકસ્માતમાં બસ એવી ધડાકા સાથે અથડાય હતી કે મુસાફરોને બહાર કાઢવા માટે બહું મુશ્કેલી પડી રહી હતી. જોકે, આખરે 108ના કર્મચારીઓએ બસના પતરા તોડી ઈજાગ્રસ્તો અને અન્ય મુસાફરોને બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...