પડવાના વાંકે ઉભેલો ટાંકો:સાવરકુંડલા APMCનો બિનઉપયોગી ટાંકો લોકો માટે જોખમી બન્યો, તાત્કાલીક તોડી જમીનદોસ્ત કરવાની માગ

અમરેલી14 દિવસ પહેલા
  • યાર્ડ દ્વારા પાણી પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી

અમરેલી જિલ્લામા આવેલ સાવરકુંડલા શહેરમાં માર્કેટિંગ યાર્ડનો વર્ષો જૂનો જર્જરિત હાલતમાં ટાકો આવેલ છે જે આશરે 6 મહિનાથી બંધ હાલતમાં છે પાણી પણ ભરવામાં આવતું નથી. તેના કારણે અતિ જર્જરિત હાલતમાં છે. આ ટાકા ની આસપાસ રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે લોકો દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે આ ટાકો દૂર કરવો જોઈએ મોટી દુર્ઘટના બને તે પહેલા પાડી જરૂરિયાત હોય તો નવો બનાવવો જોઈએ પરંતુ આજદિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી જેના કારણે ખાદી કાર્યાલય વિસ્તારમાં ભય છવાયો છે.

જર્જરિત ટાંકાને તોડી પાડવાની માગ
સાવરકુંડલા યાર્ડના સેક્રેટરી સહિત સત્તાધીશો દ્વારા પાણી પુરવઠા વિભાગને લેખિતમાં રજુઆત કરી છે આ ટાકો પાણી ભરવું જોઈએ કે નહીં અને કેટલી આવરદા ક્ષમતા વાળો છે પરંતું યાર્ડને હજુ સામે જવાબ મળયો નથી જેના કારણે ટાકો જર્જરિત હાલતમાં પડતર હાલતમાં જોવા મળી રહ્યો છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે એ ટાકો વહેલી તકે તંત્ર દૂર કરે લોકો સતત અવર જવર કરતા હોય છે તેવા સમયે કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ? આવા સવાલો ઉઠી રહ્યા છે

સાવરકુંડલા શહેરના ખાદી કાર્યાલય વિસ્તારના અશોકભાઈ રાઠોડે કહ્યું અહીં વર્ષોથી આ ટાંકો આવેલો છે હવે તેની આવરદા પુરી થઈ છે. ગમે ત્યારે પડે તેવી હાલતમાં છે જેથી આ ટાકો વહેલી તકે દૂર કરવાની જરુર છે બાજુમાં બધા મકાનો આવેલ છે અનેક વખર રજૂઆતો કરી તેમ છતાં યાર્ડ દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી.

ગ્રામ્ય વિસ્તારમાં વધુ પડતર ટાકા આવેલા છે
અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલ ગામને પાણી માટેના અનેક ટાંકા આવેલ છે જે વર્ષો જુના લીક હોવાને કારણે ભરવામાં આવતા નથી જેના કારણે જર્જરિત અવસ્થામાં છે તંત્ર દ્વારા કોઈ નિર્ણયો પણ લેવાતા નથી જેથી આવી સમસ્યા વધુ હવે સામે આવે છે.

અન્ય સમાચારો પણ છે...