તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇનફાઇટ:લુવારિયામાં બે માસના સિંહબાળને સાવજે માર્યું

લીલીયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાગડીયામાંથી તંત્રને સિંહબાળનાે મૃતદેહ મળ્યાે

ગીરપુર્વના લીલીયા તાલુકાના લુવારીયા ગામની સીમમા ગાગડીયા નદીના પટમાથી વનતંત્રને બે માસના અેક સિંહબાળનાે મૃતદેહ મળી અાવ્યાે હતાે. અા સિંહબાળને અન્ય સાવજે મારી નાખ્યાનુ જણાયુ હતુ.

ઇનફાઇટમા સિંહબાળના માેતની અા ઘટના ગીરપુર્વના લીલીયા રાઉન્ડમા લુવારીયાના રેવન્યુ વિસ્તારમા બની હતી. અહી ગાગડીયા નદીના વિસ્તારમા અેક સિંહબાળ મૃત હાલતમા પડયુ હાેવાની બાતમી મળતા વનવિભાગનાે સ્ટાફ અહી દાેડી ગયાે હતાે. અને મૃતદેહ કબજે લીધાે હતાે. અા સિંહબાળના શરીર પર ઇજાના નિશાનાે મળી અાવ્યા હતા. અા વિસ્તારમા સિંહણ અને તેના સિંહબાળ ઉપરાંત અેક સિંહ પણ નજરે પડતાે હતેા. જેને પગલે અા સાવજે સિંહબાળને મારી નાખ્યાનુ મનાય છે. આ ઘટના પગલે ભારે ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...