રમતગમત:અમરેલીમાં સૌરાષ્ટ્રકક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી ભાઈઓની ટીમ, બહેનોમાં મોરબી અને ભાવનગર ગ્રામ્યની ટીમ રાજ્યકક્ષાએ ક્વોલિફાય

અમરેલીમાં જેશીંગપરા તુન્ની વિદ્યાલય ખાતે સોરાષ્ટ્રકક્ષાની ખો- ખો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાઈઓની ટીમમાં અમરેલી તથા કચ્છની ટીમ રાજ્ય કક્ષા માટે ક્વોલિફાઈ થઈ હતી. તો બહેનોમાં મોરબી અને ભાવનગર ગ્રામ્યની ટીમ ક્વોલિફાઈ થઈ હતી.

અમરેલી જિલ્લા રમત- ગમત અધિકારી અશરફભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા તુન્ની વિદ્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનકક્ષાએ ખો- ખો સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં 28 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. ભાઈઓની સ્પર્ધામાં અમરેલી અને કચ્છની ટીમ રાજ્યકક્ષો ક્વોલિફાઈ તેમજ બહેનોમાં મોરબી અને ભાવનગર ગ્રામ્યની ટીમ ક્વોલિફાઈ થઈ હતી. ઉપરાંત 22 થી 25મી સુધી રાજ્યકક્ષાની સ્પર્ધા અમરેલીમાં યોજાશે. જેમાં પૂર્વ ઝોન, ઉત્તરઝોન, દક્ષિણ ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનની ભાઈઓ તથા બહેનોની કુલ 16 ટીમ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...