માંગ:મોટા આંકડિયા ગામમાં અનાજ વિતરણની દુકાનના પાસ બદલવા મુદ્દે સરપંચના ધરણાં

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે શનિવાર સુધીમાં નિરાકરણની ખાતરી આપતા કલાકોમાં પારણાં થયા

અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે સસ્તાઅનાજ વિતરણની દુકાનોમાં લોકોને પાસ બદલી આપવા મુદ્દે સરપંચે મામલતદાર કચેરી સામે ધરણા કર્યા હતા. પરંતુ મામલતદારની સમજાવટ અને ખાતરી બાદ કલાકોમાં જ આ ધરણા સમેટાયા હતા. જો કે શનિવાર સુધીમાં તેમની માંગણી સંતોષવામાં નહી આવે તો તેમણે ફરી સોમવારે ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી હતી.મોટા આંકડીયાના સરપંચ રમેશભાઈ બાવીશીએ જણાવ્યું હતું કે ગામમાં અનાજ વિતરણની ત્રણ દુકાનો આવી છે.

એમા ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન જે ઉમેદવાર હારી ગયા છે. ગ્રાહકો જ્યારે અનાજ લેવા માટે જાય ત્યારે ઉધતાઇભર્યું વર્તન કરે છે. ઉપરાંત ગ્રાહકોના ફ્રીગર પ્રીન્ટ ન આવતા હોવાનું જણાવે છે. જેના કારણે ગ્રાહકોને હાડમારી વેઠવી પડે છે. ત્યારે અહી ગ્રાહકોની માંગણી હતી. કે અમારે અનાજ વિતરણની દુકાન બદલવી છે. જેના કારણે આજે પુરવઠા ઓફિસે રજૂઆત માટે આવ્યા હતા.પરંતુ અમારી રજૂઆત કોઈ સાંભળી ન હતી. જેના કારણે મામલતદાર ઓફિસ સામે ધરણા પર ઉતરી ગયો હતો.

જો કે મામલતદારે શનિવાર સુધીમાં રેશનીંગ પાસ બદલવાની ખાતરી આપી હતી. જેના કારણે શનિવાર સુધી ધરણા મુલતવી રાખવામાં આવ્યા છે. જો શનિવાર સુધીમાં અમારી માંગણી સંતોષવામાં નહી આવે તો ફરી સોમવારથી ધરણા પર ઉતરવાની તેમણે ચિમકી ઉચ્ચારી હતી.

તમામ આક્ષેપ ખોટા છે સામે ચૂંટણી લડ્યો એટલા માટે સરપંચ આવું કરે છે : રાશન વિતરક
મોટા આંકડીયા ગામના સરપંચે જે રાશન વિતરક સામે જે આક્ષેપ કર્યા હતા. જેના જવાબમાં મંડળીના મહેશભાઈ બાવીશીએ જણાવ્યું હતું કે સરપંચની તમામ વાતો ખોટી છે. તેમની સામે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી છે. એટલા માટે તે આવા આક્ષેપો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...