અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ભચાદરથી વડ જતા રસ્તા પર બની રહેલ નાળાનું કામ ચાલી રહ્યું છે અહીં બેઠું નાળુ હોવાને કારણે સમસ્યા સર્જાય હતી. ત્યારબાદ ઊંચું નાળુ બનવાની કામગીરી ચાલી રહી છે પરંતુ અહીં કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે સવાલો ઉઠી રહ્યા છે. અહીં પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ મટીરિયલ્સ વાપરવામાં આવતું નથી રેતીની જગ્યાએ ડસ્ટ અને 6 પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે.
આજે ઉંચેયાના જાગૃત સરપંચ પ્રતાપ બેપારીયા એ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી,અમરેલીના સાંસદ,જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારીને પણ ફોટા વીડિયો સાથે ટ્વીટના માધ્યમથી રજૂઆત કરી છે. સમગ્ર કામગીરીની તપાસ કરવા માંગ ઉઠાવી છે ત્યારે અહીં ઉચ્ચ અધિકારી ઓ તપાસ કરે તેવી માંગ ઉઠી છે.
ગામડામા સરપંચો જાગૃત થયાશહેરના રાજકીયા આગેવાનોની માફક ગ્રામ્ય વિસ્તારમાં હવે સરપંચ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રજૂઆતો કરતા થયા છે.આજે ઉંચેયા ગામના સરપંચ પ્રતાપ બેપરિયા એ કહ્યું અહીં નાળાના કામમાં રેતી જ વાપરવામા આવતી નથી પાવડર નાખી કામ પૂરું કરવા કામગીરી પુરજોશથી ચાલી રહી છે. કોઈ તપાસ કરવા પણ આવતું નથી. પ્લાન મુજબ અહીં કામ થતું નથી જેથી મેં આજે કલેકટર થી લઈ મુખ્યમંત્રી સુધી રજુઆત ટ્વીટરના માધ્યમથી રજૂઆત કરી છે યોગ્ય તપાસ કરવી જોઈએ અને યોગ્ય રીતે નિયમ મુજબ કામ પણ કરવુ જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.