તંત્ર દોડતું થયું:સરપંચ, તલાટી અને સર્કલ ઓફિસર દોડ્યા, ગટર 8 દિવસમાં રીપેર કરાશે

વડીયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડિયાના સુરગપરાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાયા બાદ તંત્ર દોડતું થયું

વડીયાના સુરગપરા વિસ્તારમા વારંવાર બનતી અને તુટી જતી ગટર અંગે દિવ્યભાસ્કરમા અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આજે સરપંચ, તલાટી અને સર્કલ ઓફિસર આ સ્થળે દોડી ગયા હતા અને આઠ જ દિવસમા આ ગટર રીપેર કરવા કાર્યવાહી શરૂ કરાઇ હતી. સુરગપરાના મુખ્ય ટ્રાફિકવાળા વિસ્તારમા જ અવારનવાર ગટર તુટી જાય છે. અહી જયારે પણ ગટર બનાવવામા આવે તે તુરંત પખવાડીયામા જ તે તુટી જાય છે. આજે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાથી સર્કલ ઓફિસર એચ.પી.કોટીલાએ આ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી

આ સ્થળ પરથી કોઇ મોટુ વાહન ચાલી શકે તેમ નથી તેવુ તેમણે પણ સ્વીકાર્યુ હતુ. અને જણાવ્યું હતુ કે આગામી આઠ દિવસમા જ આ સમસ્યાનુ નિરાકરણ લાવી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગટરનો આ પ્રશ્ન વર્ષો જુનો છે. અનેકવાર રીપેર કરાઇ છે પરંતુ કામ નબળુ કરવામા આવે છે. આજે સ્થાનિક સરપંચ મનીષ ઢોલરીયા અને તલાટી મંત્રી રામાણી પણ આ સ્થળે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...