વડીયાના સુરગપરા વિસ્તારમા વારંવાર બનતી અને તુટી જતી ગટર અંગે દિવ્યભાસ્કરમા અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આજે સરપંચ, તલાટી અને સર્કલ ઓફિસર આ સ્થળે દોડી ગયા હતા અને આઠ જ દિવસમા આ ગટર રીપેર કરવા કાર્યવાહી શરૂ કરાઇ હતી. સુરગપરાના મુખ્ય ટ્રાફિકવાળા વિસ્તારમા જ અવારનવાર ગટર તુટી જાય છે. અહી જયારે પણ ગટર બનાવવામા આવે તે તુરંત પખવાડીયામા જ તે તુટી જાય છે. આજે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાથી સર્કલ ઓફિસર એચ.પી.કોટીલાએ આ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી
આ સ્થળ પરથી કોઇ મોટુ વાહન ચાલી શકે તેમ નથી તેવુ તેમણે પણ સ્વીકાર્યુ હતુ. અને જણાવ્યું હતુ કે આગામી આઠ દિવસમા જ આ સમસ્યાનુ નિરાકરણ લાવી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગટરનો આ પ્રશ્ન વર્ષો જુનો છે. અનેકવાર રીપેર કરાઇ છે પરંતુ કામ નબળુ કરવામા આવે છે. આજે સ્થાનિક સરપંચ મનીષ ઢોલરીયા અને તલાટી મંત્રી રામાણી પણ આ સ્થળે દોડી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.