મતગણતરી સમયે ભારે રસાકસીનો માહોલ:અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં ટાઈ થતાં ચિઠ્ઠી નાખી સરપંચ પદે વિજેતા જાહેર કરાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહીડામાં ચાર અને કેરીયાનાગસમાં છ મતે સરપંચનો વિજય

અમરેલી તાલુકાના ફતેપુર ગામે સરપંચ પદ માટે બે ઉમેદવારોને સરખા મત મળ્યા હતા. અહીં ટાઇ થઈ હતી. જેના કારણે ચૂંટણી તંત્રએ ચિઠ્ઠી નાખી અને સરપંચ પદે વિજેતા જાહેર કર્યા હતા. આ ઉપરાંત દહીડા અને કેરીયાનાગસ ગામે ઓછા માર્જિનથી સરપંચ પદને વિજેતા જાહેર કરાયા હતા. ફતેપુર ગામે સરપંચ પદના ઉમેદવાર ક્રિષ્નાબેન જગદીશભાઈ પરમાર અને સુમિતાબેન ગીરીષભાઈ મકવાણાને મતગણતરી સમયે 249 મત મળ્યા હતા. જેના કારણે અહી બીજી વખત મતગણતરી કરાય હતી. તેમાં પણ બંનેને સરખા મત મળ્યા હતા.

અંતે ચૂંટણી તંત્રએ ચિઠ્ઠી નાખી હતી. જેમાં ફતેપુર ગામના સરપંચ પદ તરીકે ક્રિષ્નાબેન પરમાર જાહેર થયા હતા. સાથે સાથે દડીડામાં ગીતાબેન ભુપતભાઈ હપાણીને 518 મત અને સરોજબેન દીપકભાઈ મકાણીને 514 મત મળ્યા હતા.દહીડા ગામના સરપંચ પદે ગીતાબેન હપાણીનો માત્ર ચાર મતે વિજય થયો હતો. બીજી તરફ કેરીનાગસ ગામની મતગણતરીમાં પણ ભારે રસાકસી જોવા મળી હતી. અહી 6 મતે સરપંચ પદે વિજેતા બન્યા હતા. કેરીયાનાગસના જસુબેન રાજુભાઈ મેવાડાને 889 અને સોનલબેન ભાવેશભાઈ મેવાડાને 883 મત મળ્યા હતા. જેમાં જસુબેન મેવાડાનો 6 મતે વિજય થયો હતો.

દહીડા ગામે વોર્ડ નંબર-2માં બન્ને ઉમેદવારને 86 મત મળ્યા
અમરેલી તાલુકાના દહીડા ગામે સરપંચ અને સભ્ય પદની મતગણતરીમાં કાંટે કી ટકકર જોવા મળી હતી. અહી વોર્ડ નંબર 2માં રાજેશભાઈ કાળુભાઈ પાથરને 69 મત અને હિમતભાઈ ધીરૂભાઈ પાથરને પણ 69 મત મળ્યા હતા. અહી ટાઈ થતા ચૂંટણી તંત્રએ ચિઠ્ઠીના સહારે વોર્ડ નંબર 2ના સભ્ય તરીકે રાજેશભાઈ પાથરને વિજેતા જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...