તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો સંગ્રહ:સણોસરા ગામે 40 એકરમાં જલમંદિરનું નિર્માણ કરી 36 કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કર્યો

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નેશનલ વોટર એવોર્ડ વિતરણ સમારંભમાં 98 એવોર્ડ એનાયત કરાયા હતા

અમરેલી તાલુકાના સણોસરા ગામે ગ્રામજનોના સહયોગ અને ફાળાથી જળસંગ્રહના કામો થયા હતા.ત્યારે આ જળસંગ્રહના કામની નોંધ લઇને સરકાર દ્વારા નેશનલ વોટર એવોર્ડ એનાયત કરાયો હતો. વિજ્ઞાન ભવન ન્યુ દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ એસ. વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં ‘‘નેશનલ વોટર એવોર્ડ-૨૦૧૯’’ વિતરણ સમારંભનો વેબીનાર યોજાયો હતો. જેમાં ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજય મંત્રી રતનલાલ કટારિયા અને સચિવયુ. પી. સિંહની ઉપસ્થિતમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન જળસ્ત્રોતના સંરક્ષણ અને મેનેજમેન્ટ માટેના ૯૮ એવોર્ડ એનાયત કરવામાં આવેલ. જેમાં સણોસરા ગામના સુરત સ્થિત ઉદ્યોગપતિ અને વતન ચેરીટેબલ ટ્રસ્ટના પંકજ છગનભાઈ લાખાણીએ સણોસરા ગામે થયેલ ચેકડેમના કાર્યને નોમીનેટ કરેલ.

જે અનુસંધાને કેન્દ્રના જળશક્તિ મંત્રાલયના અધિકારીઓ તરફથી ગામમાં થયેલ જળસંગ્રહ કાર્યનો બે વખત સર્વે કરીને એવોર્ડ માટેનો રીપોર્ટ કરેલ. જેના પરિણામે વર્ષ ૨૦૧૯માં વેસ્ટ ઝોનમાંથી બેસ્ટ વોટર વોરીયર તરીકે પંકજ છગનભાઈ લાખાણીનો પ્રથમ નંબર આવેલ છે. આમ, ભારતના જળ શક્તિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ અમરેલી જિલ્લાના સણોસરા ગામે પ્રથમ નંબર મેળવીને ગુજરાત રાજયનું નામ રોશન કરેલ છે.

સૌરાષ્ટ્રમાં જળસંચય માટે અનેક ગામોમાં લોક ભાગીદારીથી ‘‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં’’ રોકવાના કાર્યો થઈ રહ્યા છે. એવામાં અમરેલીના સણોસરા ગામે વરસાદી પાણીનો સંગ્રહ કરવા હયાત ચેકડેમને ઊંડા ઉતારવાનું આયોજન કર્યું. માત્ર બે મહિનાના ટૂંકાગાળામાં મનોજભાઈ લાખાણી અને તેમની ‘‘મેં નહિ હમ’’ ટીમે રૂ.૫૦ લાખનો લોકફાળો એકત્ર કર્યો હતો.

જેમાં હરેકૃષ્ણ ડાયમંડના માલિક સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન અને આર્થિક સહયોગથી ૧૫મી મે-૨૦૧૯ના રોજ સવજીભાઈના હસ્તે જ સરોવર નિર્માણનું ખાતમૂહર્ત કરવામાં આવેલ. ગ્રામજનોએ રાતદિવસ જોયા વિના માત્ર બે મહિનામાં જ સવજીભાઈ ધોળકિયા અને મનસુખભાઈ દેવાણીના જે.સી.બી. અને હિટાચી મશીનના સહયોગથી ૪૦ એકરમાં એક સુંદર જલમંદિરનું કાર્ય પૂર્ણ થયુ હતું. જેમાં છેલ્લા બે વર્ષથી આશરે ૩૬ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો