તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીમાં દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા એનસીયુઆઈમાં દિલીપભાઈ સંઘાણીએ આજે ચેરમેન પદનો કાર્યભાર સંભાળ્યો હતો. કચેરીમાં પ્રવેશ સાથે જ સંઘાણીએ એન.સી.યુ.આઈની આગળની કામગીરી અંગે માહિતી મેળવી અને કર્મચારીગણની સમસ્યા સાંભળી હતી. ખેડૂત નેતા તરીકે જાણીતા દિલીપભાઈ સંઘાણીની દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા એન.સી.યુ.આઈના ચેરમેન તરીકે તાજેતરમાં વરણી કરાઇ હતી. ત્યારે આજે દિલ્હી ખાતે આવેલ એન.સી.યુ.આઈના કાર્યાલય ખાતે દિલીપભાઈ સંઘાણીએ કાર્યભાર સંભાળ્યો છે. અહીં તેમણે એન.સી.યુ.આઈ સંસ્થાની કામગીરી,બજેટ, આવકના સ્ત્રોત અને ખર્ચ સહિતની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
તેમજ કર્મચારીઓની સુવિધા અને સમસ્યા માટે પર સંભાળ લીધી હતી.દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં આઇસીએના રીજીયલ ડાયરેક્ટર બાલુ ઔયર, નાફેડના એમડી સંજીવકુમાર ચઢ્ઢા, હરિયાણાના પૂર્વ મંત્રી રામવીલાસ શર્મા, ઓ.વી.આર. રામચંદ્રન અને એન.સી.યુ.આઈના સત્યનારાયણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.