કાર્યવાહી:બગસરા ઘોબા અને દેવળિયા નજીકથી રેતી ચોરી ઝડપાઇ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ત્રણેય સ્થળેથી 9.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી પાેલીસે સાવરકુંડલાના ઘાેબા ગામની સીમ, દેવળીયા અને બગસરામાથી રેતી ચાેરી ઝડપી પાડી હતી. પાેલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂપિયા 9.10 લાખનેા મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વંડા પાેલીસે ઘાેબા ગામની સીમમાથી રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી લીધી હતી. પાેલીસે અહીથી અેક લાેડર, અેક ડમ્પર, 50 ટન રેતી સહિત કુલ રૂપિયા 5.85 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસે અહીથી રાહુલ ભનુ વાઘેલા, કિશન ભગવાન સાનીયા, નીતીન રાજુ સાેલંકી, ખેંગાર વાઘા સાનીયા, ગાેપાલ ભગવાન સાનીયા નામના શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે.

બનાવ અંગે પીઅેસઅાઇ જે.પી.ગઢવી અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. અા ઉપરાંત પાેલીસે અમરેલી તાલુકાના ચક્કરગઢ દેવળીયા પાસેથી રેતી ભરેલા અેક ટ્રેકટરને અટકાવી ચાલક રાહુલ અમરશી માધડની પુછપરછ કરતા તેણે કાેઇપણ પાસ પરમીટ વગર રેતી ચાેરી કરી હાેવાનુ જણાયુ હતુ. પાેલીસે અહીથી ત્રણ લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. જયારે બગસરામાથી ભાર રીક્ષાામા 25 મણ રેતી ચાેરી ઝડપાઇ હતી. પાેલીસે મુકેશ દેવા વાઘેલા અને વિલાસબેન મુકેશ વાઘેલા સામે ગુનાે નાેંધી 25250નાે મુદામાલ કબજે લીધાે હતેા.

અન્ય સમાચારો પણ છે...