ફરિયાદ:ગાેપાલગ્રામમાંથી રેતી ચાેરી ઝડપાઇ, 2 શખ્સ સામે ફરિયાદ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે કુલ 2.54 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

ચલાલા નજીક અાવેલ ગાેપાલગ્રામમા બસ સ્ટેશન પાસેથી પાેલીસે રેતી ચાેરી કરીને જતા અેક ટ્રેકટરને ઝડપી લીધુ હતુ. પાેલીસે બે શખ્સાે સામે ગુનેા નાેંધી રેતી અને ટ્રેકટર મળી 2.54 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેતી ચાેરી ઝડપાયાની અા ઘટના ચલાલા નજીક ગાેપાલગ્રામમા બની હતી. પાેલીસે અહીથી પસાર થતા ટ્રેકટર નંબર જીજે 14 ડી 3903ને અટકાવી ચાલક મેહુલ મનુભાઇ દાફડાની પુછપરછ કરતા તેણે કાેઇ પાસ પરમીટ કે લીઝ વિના રેતી ચાેરી કરી હાેવાનુ જણાવ્યું હતુ. જેથી પાેલીસે મેહુલ તેમજ ચંદ્રેશ ભાયાભાઇ દાફડા નામના શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે.પાેલીસે અહીથી ચાર ટન રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 2.54 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. વધુ તપાસ અેઅેસઅાઇ અાઇ.અેલ.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...