અમરેલી જિલ્લામા ખાસ કરીને શેત્રુજી નદીના પટમાથી બેફામ રેતી ચોરી ચાલી રહી છે. ત્યારે પોલીસે વિસળીયા અને આંબરડીમાથી રેતી ચોરી ઝડપી પાડી હતી. પોલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 5.88 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેતી ચોરી ઝડપાયાની આ ઘટના રાજુલાના વિસળીયામા બની હતી. અહીથી પોલીસે એક ટ્રેકટરમા રેતી ચોરી કરવામા આવી રહી હોય ઝડપી પાડી હતી.
પોલીસે હરેશ મોહનભાઇ બાંભણીયા નામના શખ્સ સામે ગુનો નોંધી ટ્રેકટર અને રેતી મળી કુલ રૂપિયા 2.42 લાખનો મુદામાલ કબજે લીધો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જનકભાઇ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યાં છે. જયારે ધારી તાબાના આંબરડી ગામેથી શેત્રુજી નદીના પટમાથી પોલીસે રેતી ચોરી ઝડપી લીધી હતી. અહીથી પોલીસે જયંતી દેવરાજ કુવરદાસ, અને મહિપત વાળા નામના શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અહીથી રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 3.46 લાખનો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ઝીંઝાળા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.