રેતી ચોરી:અમરેલી તાલુકાના સરંભડા નજીકથી રેતી ચોરી ઝડપાઇ

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 4.50 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા ખાસ કરીને શેત્રુજી સહિત નદીના પટમાથી બેફામ રેતી ચાેરી ચાલી રહી છે. ત્યારે પાેલીસે અમરેલી તાલુકાના સરંભડા નજીકથી અેક ટ્રેકટરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી પાડી હતી. પાેલીસે અહીથી રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 4.50 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.

અમરેલી તાલુકા પાેલીસે અહીથી રેતી ભરીને પસાર થઇ રહેલા ટ્રેકટર નંબર જીજે 14 બીઅે 2462ને અટકાવી ચાલક રમેશ રાઘવભાઇ દાફડાની પુછપરછ હાથ ધરી હતી. ચાલકે કાેઇ પાસ પરમીટ કે લીઝ વગર રેતી ચાેરી કરી હાેવાનુ જણાતા પાેલીસે તેની સામે ગુનાે નાેંધ્યાે હતાે.અા ઉપરાંત પાેલીસે ટ્રેકટર અને રેતી મળી કુલ રૂપિયા 4.50 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...