રેતી ચોરી:ડાંગાવદર નજીકથી રેતી ચોરી ઝડપાઇ: ચાલક સામે ફરિયાદ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1.81 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા શેત્રુજી સહિત નદીના પટમાથી બેફામ રેતી ચોરી ચાલી રહી છે. ત્યારે પોલીસે ધારીના ડાંગાવદર નજીકથી રેતી ચોરી ઝડપી પાડી હતી. પોલીસે અહીથી 1.81 લાખનો મુદામાલ કબજે લીધો હતો. રેતી ચોરી ઝડપાયાની આ ઘટના ધારીના ડાંગાવદર જતા ઘીની વિસ્તાર પાસે બની હતી.

પોલીસે અહીથી રેતી ભરીને પસાર થતા ટ્રેકટર નંબર જીજે 03 કે 7582ને અટકાવી ચાલક સંજય જગુભાઇ ધાધલની પુછપરછ કરતા તેણે આંબરડી ગામેથી ભરડ ડાંગાવદર જવાના રસ્તે શેત્રુજી નદીના પટમાથી કોઇ પાસ પરમીટ વગર રેતી ચોરી કરી હોવાનુ જણાતા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી રેતી અને ટ્રેકટર મળી 1.81 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ આગળની ધોરણસરની તપાસ હેડ કોન્સ્ટેબલ જી.બી.જીંજાળા ચલાવી રહ્યાં છે. આમ, જિલ્લામાં વધુ એક રેતી ચોરીની ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...