તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:રાજુલા અને ફિફાદમાંથી રેતી ચોરી ઝડપાઇ, રાવ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂપિયા 4.53 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા રેતી ચાેરીનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પાેલીસે રાજુલા અને ફિફાદમાથી રેતી ચાેરી ઝડપી લીધી હતી. પાેલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 4.53 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસે ફિફાદમાથી અેક ટ્રેકટરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી પાડી હતી. પાેલીસે અહી જગદીશ વિહાભાઇ ટાેટા, ખેંગારભાઇ વાઘાભાઇ સાનીયા નામના શખ્સાે સામે ગુનાે નાેંધી અહીથી કુલ રૂપિયા બે લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. વધુ તપાસ અેઅેસઅાઇ અાર.અેસ.રામાવત ચલાવી રહ્યાં છે.

જયારે રાજુલામા બીડી કામદાર ચાેકડી પાસેથી અેક ટ્રેકટરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય પાેલીસે ઝડપી પાડયુ હતુ. પાેલીસે અહી હનીફ નનુભાઇ સમા અને બાવચંદ માેહનભાઇ સાેલંકી નામના શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...