કાર્યવાહી:બાબાપુર-થોરડી માર્ગ પરથી રેતી ચોરી ઝડપાઇ, 1 સામે રાવ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેત્રુંજી સહિતના નદીના પટમાં બેફામ રેતી ચોરી થઇ રહી છે
  • પોલીસે ડમ્પર, રેતી મળી 2 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા ખાસ કરીને શેત્રુજી સહિત નદીના પટમા બેફામ રેતી ચાેરી ચાલી રહી છે. ત્યારે પાેલીસે બાબાપુરના પાટીયાથી થાેરડી જવાના રસ્તા પરથી અેક ડમ્પરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી પાડી હતી. પાેલીસે અહીથી કુલ બે લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લામા પાછલા ઘણા સમયથી બેફામ રેતી ચાેરી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે બાબાપુરના પાટીયાથી થાેરડી જવાના રસ્તા પરથી રેતી ભરીને પસાર થતા અેક ડમ્પરને અટકાવી ચાલકની પુછપરછ કરી હતી. જાે કે તેની પાસે કાેઇ પાસ પરમીટ કે લીઝ વગર રેતી ચાેરી કરી હાેવાનુ જણાતા પાેલીસે વિશાલ લઘરાભાઇ કંબાેયા નામના યુવક સામે ગુનાે નાેંધ્યાે હતાે.

પાેલીસે અહીથી ડમ્પર અને રેતી મળી કુલ રૂપિયા 2,01,500નાે મુદામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ જે.અેમ.ચુડાસમા ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાેલીસ તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેક વખત રેતી ચાેરી ઝડપી લેવામા અાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...