અમરેલી જિલ્લામા ખનીજ ચોરીને અંકુશમાં લાવવા માટે કલેકટર દ્વારા ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓને સૂચના આપ્યા બાદ સતત ખનીજ ચોરીના વાહનો ઝડપાયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગની ટીમો પણ સક્રિય થતા અલગ-અલગ વિસ્તારોમાંથી ખનીજ ચોરી કરનારા વાહનો સામે કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી તાલુકાના ગાવડકા નજીક ચેકીંગ દરમિયાન રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રેતી ચોરી કરી બીનધિકૃત કરતા ટ્રેક્ટરને ઝડપી લઈ અમરેલી બહુમાળી ભવન ખાતે સિઝ કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ અમરેલીના લાપાળિયા નજીક એક ડમ્પર જી.જે.09z 1377 ઉભું રખાવી પૂછપરછ કરતા રેતી ખનીજ ભરેલું હતું અને રોયલ્ટી પાસની ચકાસણી કરતા સમય પૂર્ણ થયો હતો. જેથી ભાવનગર જિલ્લાના રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ કર્યાનું પ્રથમ દ્રષ્ટિએ ખાણ ખનીજ વિભાગને લાગી રહ્યું છે, જેના કારણે ભાવનગર ભૂસ્તરશાસ્ત્રીને જાણ કરી કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લા ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણ અને તેમની રોયલ્ટી ઇન્સ્પેકટર સહિત ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી છે. અગાવ તારીખ 05/03/2023 અમરેલી, સાવરકુંડલા રોડ પાસે રેતી ભરેલું ડમ્પર રોકતા બોટાદ જિલ્લાની રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ થયાનું સામે આવતા ઊંડાણ પૂર્વક તપાસ કરી બોટાદ ભૂસ્તર શાસ્ત્રીને જાણ કર્યા બાદ બોટાદ ભૂસ્તરશાસ્ત્રી તરફથી અમરેલી રિપોટ આપ્યો છે. જેમાં જણાવેલ છે કે, લિઝ ધારક દ્વારા રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ કર્યાનું સ્પષ્ટ થાય છે. તેના આધારે હવે અમરેલી ખાણ ખનીન અધિકારી સુમિત ચૌહાણ અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.