તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગાવડકા અને જેઠિયાવદરમાંથી રેતી ચાેરી ઝડપાઇ, 6 સામે રાવ; પાેલીસે બંને સ્થળેથી 12 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા રેતી ચાેરીનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પાેલીસે અમરેલીના ગાવડકા અને બગસરાના જેઠીયાવદરમાથી રેતી ચાેરી ઝડપી પાડી હતી. પાેલીસે છ શખ્સાે સામે ગુનાે નાેંધી બંને સ્થળેથી કુલ રૂપિયા 12 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.

રેતી ચાેરી ઝડપાયાની અા ઘટના ગાવડકામા બની હતી. અહીથી પાેલીસે શેત્રુજી નદીના પટમાથી રેતી ચાેરી કરતા અેક ડમ્પરને ઝડપી લીધુ હતુ અને સમીર મહેશભાઇ તેરૈયા નામના શખ્સ સામે ગુનાે નાેંધ્યાે હતાે. પાેલીસે અહીથી રેતી અને ડમ્પર મળી કુલ રૂપિયા ચાર લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અા ઉપરાંત પાેલીસે બગસરાના જેઠીયાવદર નજીકથી ટીંબલા ગામની નદીના પટમાથી રેતી ચાેરી કરતા ત્રણ ટ્રેકટરને ઝડપી પાડયા હતા.

પાેલીસે ચતુર નાથા પાઘડાળ, બહાદુર ભાયા જેઠવા, ટીમુ નાનકીયા ભાબર, સુરેશ બાબુ રાઠાેડ અને રમેશ રાઘવ દાફડા નામના શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે. પાેલીસે અહીથી 12 ટન રેતી, ત્રણ ટ્રેકટર, ત્રણ માેબાઇલ મળી કુલ રૂપિયા 8.17 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસની અા કાર્યવાહીથી ભુમાફિયાઅાેમા ફફડાટ ફેલાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો