તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનીજ ચોરી:ધારીના નાગધ્રા શેલ નદીના પટ્ટમાંથી રેતી ચાેરી ઝડપાઇ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સ સામે ગુનો પણ દાખલ કરાયો
  • પાેલીસે કુલ 2.54 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

ધારી તાલુકાના નાગધ્રામા શેલ નદીના પટમા રેતી ચાેરી ચાલી રહી હાેવાની બાતમીના અાધારે પાેલીસ અહી ત્રાટકી હતી. પાેલીસે અહીથી રેતી ચાેરી ઝડપી લઇ રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 2.54 લાખનાે મુદામાલ કબજે લઇ બે શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે.

રેતી ચાેરી ઝડપાયાની અા ઘટના ધારીના નાગધ્રામા શેલ નદીના પટમા બની હતી. નદીના પટમા ટ્રેકટર નંબર જીજે 14 અેપી 5633મા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય પાેલીસે ઝડપી લીધી હતી. પાેલીસે ભાવેશ જેતુભાઇ વાળા તેમજ લાલાે જેતુભાઇ વાળા નામના શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે. અા ઉપરાંત પાેલીસે અહીથી રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 2,54,350નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અાઇ.અેલ.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...