તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ચાંદગઢની સીમમાંથી રેતી ચાેરી ઝડપાઇ, 5 શખ્સ સામે ફરિયાદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે લાેડર, ડમ્પર મળી 10 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા ખાસ કરીને શેત્રુજી નદીના પટમા બેફામ રેતી ચાેરી ચાલી રહી છે. ત્યારે પાેલીસે અમરેલીના ચાંદગઢની સીમમાથી રેતી ચાેરી ઝડપી લીધી હતી. પાેલીસે અહીથી ડમ્પર, લાેડર મળી કુલ રૂપિયા 10 લાખનાે મુદામાલ કબજે લઇ પાંચ શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે.

રેતી ચાેરી ઝડપાયાની અા ઘટના અમરેલીના ચાંદગઢની સીમમા બની હતી. પાેલીસે અહીના શેત્રુજી નદીના પટમાથી ગેરકાયદેસર રીતે કાેઇ પાસ પરમીટ વગર લાેડરની મદદથી ડમ્પરમા રેતી ચાેરી કરી ભરવામા અાવી રહી હાેય પાેલીસે ઝડપી લીધી હતી. પાેલીસે નરાેતમ હકાભાઇ સરવૈયા, દિનેશભાઇ, કાળુભાઇ, રાેહિતભાઇ ધાધલ નામના શખ્સાે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાેલીસે અહીથી ડમ્પર અને લાેડર મળી કુલ રૂપિયા 10 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવ અંગે પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...