રીપોર્ટ નેગેટીવ:કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવેલ 150ના સેમ્પલ નેગેટીવ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 926 લોકોના સેમ્પલ લેવાયા પણ કોરોનાનો એકપણ કેસ નથી

લીલીયા તાલુકાના કૂતાણા ગામે બે દિવસ પહેલા એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેના સંપર્કમાં 150 જેટલા લોકો આવ્યા હતા. જેના કારણે આરોગ્ય વિભાગે તમામના કોરોના સેમ્પલ લીધા હતા. પરંતુ તમામનો રીપોર્ટ નેગેટીવ નોંધાયો હતો.

સાથે સાથે જિલ્લાભરમાં કોરોના લક્ષણ ધરાવતા 926 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.લીલીયા તાલુકાના કૂતાણા ગામે સુરતથી આવેલા 61 વર્ષીય વૃધ્ધા કોરોના પોઝીટીવ આવ્યા હતા.

તેમણે કોરોના રસી લીધી ન હતી. જો કે તેમના પરિવારજનોએ કોરોના રસી લીધી હતી. આ વૃધ્ધાના સંપર્કમાં 150 જેટલા લોકો આવ્યા હતા. જેના કારણે આરોગ્ય વિભાગે તેમને ટ્રેક કરી તેમના કોરોના સેમ્પલ લીધા હતા. પણ જિલ્લા વહિવટી તંત્ર અને લોકો માટે સારા સમાચાર મળ્યા હતા. તમામના રીપોર્ટ નેગેટીવ નોંધાયો હતો.

બીજી તરફ જિલ્લામાં અમરેલીમાં 146, બાબરામાં 108, બગસરામાં 105, ધારીમાં 103, જાફરાબાદમાં 45, ખાંભામાં 96, કુંકાવાવમાં 76, લાઠીમાં 115, લીલીયામાં 33, રાજુલામાં 35 અને સાવરકુંડલામાં 58 આ ઉપરાંત અન્ય જગ્યાએથી 6 લોકોને કોરોના લક્ષણ જોવા મળ્યા હતા. જેના કારણે આરોગ્ય વિભાગે તેમના કોરોના ટેસ્ટ હાથ ધર્યા હતા. પરંતુ આ તમામનો કોરોના રીપોર્ટ પણ નેગેટીવ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...