તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરબૂચની મબલખ આવક:10 દિ'માં 1 ટ્રક જેટલા તરબૂચનું વેચાણ

અમરેલી6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉનાળાની શરૂઆતમાં જ અમરેલીની બજારમાં બેંગ્લોરથી તરબૂચની મબલખ આવક
 • અહીં પ્રતિ કિલો રૂપિયા 20ના ભાવે વેચાણ થઇ રહ્યું છે

અમરેલીમાં ઉનાળાની શરૂઆતમાં જ બજારોમાં બેંગ્લોર અને સ્થાનિક વિસ્તારમાંથી મબલખ પ્રમાણમાં તરબૂચની આવક થઈ રહી છે. અહીં અસહ્ય ગરમીથી બચવા લોકો તરબૂચ અને ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળે છે. અમરેલીમાં દસ દિવસમાં એક ટ્રક જેટલા તરબૂચનું વેચાણ થઈ રહ્યું છે.

અમરેલી પંથકમાં દિવસે દિવસે તાપમાનનો પારો વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનો પારો 42 ડીગ્રી પર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ઊંચકાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અસહ્ય ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. એવા સમયે તાપથી બચવા માટે લોકો ઠંડાપીણા અને શરીરને રક્ષણ આપતી ઠંડી વસ્તુ ખાવાનું વધુ પસંદ કરે છે. શહેરમાં ઉનાળાની શરૂઆતમાં તરબૂચ, અનાનસ, દ્રાક્ષ અને મોસંબી જેવા ફળોનું બજારમાં આગમન થઇ ગયું છે.

અમરેલીના ભીડભંજન રોડ પર તરબૂચના વેપારી કટુભાઇ સાથરાએ જણાવ્યું હતું કે બેંગ્લોર અને સ્થાનિક તરબૂચની રૂપિયા 10 પ્રતિ કિલ્લો આવક થઈ રહી છે. અમરેલીમાં દસ દિવસમાં એક ટ્રક જેટલા તરબૂચનું વેચાણ થઈ રહ્યું છે. અહીં પ્રતિ કિલ્લો 20નું વેચાણ કરવામાં આવે છે. વધતા તાપમાનના કારણે લોકો તરબૂચ જેવી વસ્તુઓ વધુ ખાવાનું પસંદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો