તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ બન્ને જિલ્લામાં પહેલેથી જ કલેક્ટર અને પોલીસ તંત્રએ કડકાઇ રાખી હતી. જેનાં પરિણામે રાજ્યમાં સાૈથી છેલ્લે બન્ને જિલ્લામાં કોરોનાનો પ્રવેશ થયો અને તે પણ બહારથી આવેલા લોકોનાં સંક્રમણથી. જૂનાગઢ જિલ્લામાં 5 મેનાં અને અમરેલી જિલ્લામાં 13 મેના કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.
સાવજાેની ધરતી જૂનાગઢ અને અમરેલીથી અેક તબક્કે તાે કાેરાેના પણ છેટાે રહ્યાે હતાે. સમગ્ર રાજયમા દરેક જિલ્લામા કાેરાેનાના કેસ નાેંધાયા હતા. પરંતુ અેકમાત્ર જૂનાગઢ અને અમરેલી જિલ્લાે તે સમયે બાકાત હતા. સ્થાનિક તંત્રઅે ગાેઠવેલી વ્યવસ્થા અને સજ્જડ બંદાેબસ્તના કારણે અા શકય બન્યું હતુ. વર્ષ 2020ના કપરા કાેરાેના કાળમા મે માસના અારંભ સુધી અમરેલી જિલ્લામા કાેરાેનાની અેન્ટ્રી થઇ શકી ન હતી. 25 માર્ચે દેશમા લાેકડાઉન થયા બાદ ગુજરાતના દરેક જિલ્લામા કાેરાેનાના કેસ નાેંધાયા પરંતુ અમરેલી અને જૂનાગઢ જિલ્લાે બાકાત રહ્યાં.
જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી અને પોલીસ તંત્રએ માઇક્રો લેવલનું પ્લાનીંગ કર્યું હતું. જૂનાગઢ જિલ્લામા કાેરાેનાનાે પ્રથમ કેસ લાેકડાઉનના 41 દિવસ પછી તારીખ 5/5/20ના રાેજ ભેંસાણના તબીબનાે સામે અાવ્યાે હતાે. જયારે અમરેલી જિલ્લામા તાે છેક 13મી મેના રાેજ લાેકડાઉનના 49 દિવસ પછી પ્રથમ કેસ અાવ્યાે હતાે. અમરેલી જિલ્લા કલેકટર અાયુષ અાેક તથા પાેલીસવડા નિર્લિપ્ત રાય અને તંત્ર દ્વારા અેવાે સજ્જડ બંદાેબસ્ત ગાેઠવાયાે હતાે કે બહારથી કાેઇ કાેરાેનાનાે દર્દી જિલ્લામા પ્રવેશે તાે તુરંત ડિટેકટ થાય. અને અેવુ જ થયુ હતુ. સુરતથી બસમા અાવેલી અમરેલીની ટીંબલા ગામની મહિલા ઘરે પહાેંચે તે પહેલા જ હાેસ્પિટલમા પહાેચાડી દેવાઇ હતી.જાે કે બાદમા સુરત, અમદાવાદ અને મુંબઇથી વતનીઅાેના ધાડેધાડા અહી ઉતર્યા અને બંને જિલ્લામા કાેરાેના ચારે તરફ ફેલાયાે હતાે. અમરેલી જિલ્લાની વસતિ 16 લાખ જેટલી છે. પરંતુ અઢીથી ત્રણ લાખ લાેકાે ધંધાર્થે બહાર વસવાટ કરે છે. જેથી જિલ્લામા 12 લાખ જેટલા લાેકાે જ હાજર હાેય છે.
લાેકડાઉન દરમિયાન બહાર વસતા લાેકાેઅે અમરેલી તરફ દાેટ લગાવી હતી જેના પગલે જિલ્લાની વસતિ પણ અઢીથી ત્રણ લાખ વધી ગઇ હતી. શહેરી વિસ્તારમાથી અાવેલા લાેકાે ગ્રામિણ વિસ્તારમા સાૈથી વધુ ગયા હતા. સામાન્ય રીતે કાેરાેના શહેરી વિસ્તારમા સાૈથી વધુ જાેવા મળ્યાે હતાે. પરંતુ અમરેલી જિલ્લામા ગ્રામિણ વિસ્તારમા પણ માેટી સંખ્યામા કેસાે નાેંધાયા હતા. અાવુ જ જૂનાગઢ જિલ્લામા બન્યું. ગીર પંથકના છાેરૂ કઠણ કાળજાના અને ખડતલ છે. પણ કાેરાેનાઅે ઘણી પીડા અાપી. દિવસાે સુધી સુમસામ બજારાે, તમામ વેપાર ધંધા ઠપ્પ, છીનવાયેલી રાેજગારી, ગલી નાકા પર ચાેકી પહેરાે, ઘર બહાર નીકળાે તાે પણ પાછળ દાેડતી પાેલીસ, ઠેરઠેર ચાલતા રાહત રસાેડા અને કિટ વિતરણ, વતનમા પહેાંચવા લાેકાેની નાસભાગ, સાઇરન વગાડતી અેમ્બ્યુલન્સની દાેડધામ બધુ જ જાેવા મળ્યું.
લાેકાેને કયાં ખબર હતી કે ઘર બહાર અાેટા પર બેસશાે તાે પાેલીસ પકડશે, માેઢુ નહી ઢાંકાે તાે અાકરાે દંડ થશે, બીડી પી ઠુંઠુ ફેંકશાે તાે તે ગુનાે છે, ક્રિકેટ રમશાે તાે પાેલીસ પકડી જશે, રસ્તા પર ટહેલવા નીકળવાની પણ મનાઇ, મંદિરના દરવાજાે ભકતાે માટે બંધ થઇ જશે. પરંતુ વર્ષ 2020મા અા બધુ જ જાેવુ પડયુ. વર્ષ 2021 નવી અાશાનુ કિરણ લઇને અાવી રહ્યું છે. અાવનારા સમયમા અને અાવનારી પેઢીઅાેને કદાચ અાવુ કયારેય જાેવા નહી મળે.
કેવાે કાેરાેના અને કેવી વાત, મારા ભઇ અહી તાે અેકેય કેસ નથી
ગીર જંગલની મધ્યમા વસતા માલધારીઅાે હજુ પણ કાેરાેનાથી અછુતા છે. બહારની દુનિયા સાથે તેમને જાજુ કંઇ લેવા દેવા નથી. જંગલમા કાેઇને પ્રવેશ નથી અને અા માલધારીઅાે ભાગ્યે જ બહાર જાય છે. જેને પગલે અમરેલી પંથકમા ગીર જંગલમા હજુ અેકેય પાેઝીટીવ કેસ અાવ્યાે નથી. અાવુ જ અરબી સમુદ્રમા અલગ થલગ પડેલા શિયાળબેટ ટાપુ પર જાેવા મળી રહ્યું છે. અહી માછીમારાેની વસાહત છે. તેઅાે કાં તાે ટાપુ પર રહે છે કાં તાે માછીમારી માટે દરિયામા. બહારની અવરજવર અાેછી હાેય કાેેરાેના પણ તેનાથી છેટાે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.