દરિયામાં અકસ્માત:જાફરાબાદના દરિયામાં 50 નોટિકલ માઈલ દૂર માછીમારી દરમિયાન લોંખડનો સળીયો લાગતા ખલાસીનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઢવાડ કૃપા નામની બોટમાં 8 ખલાસીઓ માછીમારી કરી રહ્યા હતા
  • પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ બચાવકામગીરી માટે પહોંચે તે પહેલા જ ખલાસીનું મોત

અમરેલી જિલ્લામાં જાફરાબાદ પીપાવાવના દરિયામાં ગઈ કાલે રાત્રે માઢવાડ કૃપા નામની બોટ દરિયામાં 50 નોટિકલ માઈલ દૂર હતી. ત્યારે આ બોટમાં અકસ્માત થયો હતો. જેમાં માછીમારી દરમિયાન લોખંડનો સળિયો લાગી જવાના કારણે એક ખલાસીનું મોત થયુ હતું.

દરિયામાં માઢવાડ કૃપા નામની બોટના માલિક પરષોત્તમ બારૈયાની બોટ માછીમારી કરતી હતી, જેમાં કુલ 8 ખલાસી સાથે હતા. આ દરમિયાન લોખંડનો સળિયો એક ખલાસીને લાગી ગયો હતો. જેના કારણે ગંભીર ઇજા થયા બાદ વાયલ્સ મારફતે જાફરાબાદ બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકીને જાણ કરતા તેમના દ્વારા પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી સહિત આગેવાનોએ સ્થાનીક તંત્ર અને પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરી હતી.

ત્યારબાદ પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ બચાવવા માટે મધ દરિયે પહોંચી હતી. જોકે, ટીમ પહોંચે તે પહેલા ગંભીર ઇજા હોવાને કારણે ખલાસી જગદીશભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. ત્યારબાદ મૃતદેહને પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા પીપાવાવ જેટી પર પહોંચાડ્યા બાદ ખારવા સમાજની એમ્બ્યુલન્સ મારફતે જાફરાબાદ પહોંચાડવામાં આવ્યું હતું. આ અકસ્માતની જાણ થતા સમગ્ર માછીમાર સમાજમાં શોકનો માહોલ છવાયો હતો.

જગદીશભાઈ બારૈયા( મૃતક ખલાસી)
જગદીશભાઈ બારૈયા( મૃતક ખલાસી)

રાજુલા-જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે સૌથી વધુ માછીમારો જાફરાબાદ બંદર પર વસવાટ કરે છે. તેમજ પીપાવાવ મરીન પોલીસની બોટ મોટાભાગે પીપાવાવ રહે છે. ત્યારે પીપાવાવ મરીન પોલીસની બોટ જાફરાબાદ મરીન પોલીસને આપવામાં આવે તો જાફરાબાદના માછીમારોને મદદ થઈ શકે તેમ છે જેથી જાફરાબાદ મરીન પોલીસને એક બોટ આપવા પણ માંગ ઉઠી છે.

જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, દરિયામાં વાંરવાર અકસ્માત સર્જાય છે. આ મુદ્દે સ્થાનીક પૂર્વ ધારાસભ્ય, સાંસદ સહિત સરકાર સમક્ષ રજૂઆત કરી છે. જાફરાબાદ દરિયામા 108 એમ્બ્યુલન્સ બોટ આપવામાં આવે જેથી માછીમારોને સમયસર સારવાર મળે તો અકસ્માતમાં માછીમારોના જીવ બચાવી શકાય. આજે પણ આ અકસ્માતમાં સમયસર સારવાર મળી હોત તો સાયદ ખલાસી બચી ગયો હોત.

અન્ય સમાચારો પણ છે...