તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યજ્ઞનું આયોજન:અમરેલીના હાલરીયા ગામમાં કોરોના મહામારીથી બચવા કથાકાર દ્વારા યજ્ઞ કરાયો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણ અટકાવવા વૈશ્વિક મહામારી તોડવા માટે લોકો લોકડાઉન સાથે સાથે સરકારની ગાઈડ લાઈન ફોલો પણ કરી રહ્યા છે છતા લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના લોકો એ ધાર્મિક અભિગમ અપનાવ્યો છે.

થોડા દિવસ પહેલા બાબરાના ગામડામાં પૂજા અર્ચના કરી આરતી કરવામા આવી હતી. ત્યારબાદ બગસરામાં હવન કરાયો હતો. ત્યારે ફરી કોરોનાથી લોકોને બચાવવા માટે બગસરા તાલુકાના હાલરીયા ગામમાં રહેતા ભાગવત કથાકાર પરેશચંદ્ર ભટ્ટ દ્વારા તેમના નિવાસસ્થાને પ્રકૃતિની ગોદમાં સમસ્ત જગતના કલ્યાણ માટે કોરોના મહામારીથી રક્ષણ માટે મહા મૃત્યુજય મંત્ર હોમાત્મક યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમા તેમના પરિવાર સાથે લોકો જોડાયા હતા અને વૈશ્વિક મહમારીમાંથી લોકો ને બચાવવા માટે કુદરત ને પ્રાર્થના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...