અકસ્માત:સા. કુંડલાના નેસડી પાસે 2 કાર વચ્ચે અકસ્માત: 4 લોકોને ઈજા

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૃતવેલનો પરિવાર ઘરે પરત જતો હતો ત્યારે નડ્યો અકસ્માત
  • તમામ ઇજાગ્રસ્તોને 108 માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

સાવરકુંડલાના નેસડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. અહી અમૃતવેલ ગામનો પરિવાર સરંભડા ગામથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.અમૃતવેલ ગામે રહેતા સંદીપભાઈ વજુભાઈ રાદડીયાએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું તે પોતાની કાર કાર નંબર જી.જે.05.જીએ-7442 માં તેમના માતા- પિતા અને દાદા તથા દાદીને લઈને અમરેલીના સરંભડા ગામે ગયા હતા.

ત્યાથી અમૃતવેલ પરત ફરતા સમયે નેસડી ગામ નજીક ગૌશાળા પાસે સાવરકુંડલા તરફથી આવી રહેલ જી.જે.14.ઈ-5190ના ચાલકે પોતાની કાર તેમની કાર સાથે અથડાવી હતી.જેના કારણે તેમના દાદી ભાનુબેન, માતા હંસાબેન, પિતા વજુભાઈને પગ અને કમરના ભાગે ઈજા પહોંચી હતી. ઉપરાંત તેમના દાદા વિઠ્ઠલભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કાર નમ્બર જી.જે. 14.ઈ 5190ના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...