અમરેલીમાં માર્કેટીંગયાર્ડના દરવાજા પાસેથી પોલીસે આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા આરટીઓ એજન્ટને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અમરેલી સીટી પોલીસે બાતમીના આધારે અહીના માર્કેટીંગયાર્ડના દરવાજા પાસે હનુમાનપરા શેરી નં-6મા રહેતા અને આરટીઓ એજન્ટ કપીલ પ્રવિણભાઇ રાઠોડ નામના શખ્સને આઇપીએલ ક્રિકેટ મેચમા મુંબઇ ઇન્ડિયન્સ અને ચેનાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાતી મેચમા સટ્ટો રમાડતા ઝડપી લીધો હતો.
પોલીસે રોકડ અને મોબાઇલ મળી 14040નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ પી.કે.ચૌહાણ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા આઇપીએલ મેચ પર સટ્ટો રમાડવાનુ દુષણફુલીફાલી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.