દ્વારકા ડ્રગ્સકાંડ:600 કરોડના ડ્રગ્ઝમાં સંડોવાયેલા કથિત ધર્મગુરુને દેવું થતાં જમીન પણ વેચાઇ ગઈ હતી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝીંઝુડાના આ નવનિર્મિત ઘરમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું હતું. - Divya Bhaskar
ઝીંઝુડાના આ નવનિર્મિત ઘરમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું હતું.
  • સમગ્ર કાંડની તપાસ એટીએસ દ્વારા ચલાવવામાં આવી રહી છે
  • ડ્રગ્ઝકૌભાંડમાં સ્થાનિક પોલીસે બાબરાના ખીજડિયામાં કોઇ તપાસ ન કરી

પાકિસ્તાનથી આવેલુ 600 કરોડનુ ડ્રગ્ઝ માળીયાના ઝીંઝુડા ગામેથી એક કથિત ધર્મગુરુના મકાનમાથી ઝડપાયા બાદ આ શખસ બાબરા તાલુકાના ખીજડિયા ગામનો હોવાનું ખૂલ્યું હોવા છતાં સ્થાનિક પોલીસે આ દિશામાં કોઇ જ તપાસ કરી નથી. બીજી તરફ ખીજડિયાના આ શખસ માથે દેણું થઇ જતાં જમીન પણ વેચાઇ ગઇ હતી અને બાદમા તે ઝીંઝુડા ચાલ્યો ગયો હોવાનું બહાર આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, બાબરા તાલુકાના ખીજડિયાનો વતની સમસુદ્દીન પહેલેથી જ ગરીબ સ્થિતિમાં હતો. ખીજડિયામા તેને ખેતીની જમીન પણ હતી. આ શખસ વાસાવડમાં એક દરગાહમાં પૂજા પણ કરતો હતો. બાબરા પંથકમાં ભૂતકાળમાં તેની સામે કોઇ ગુના નોંધાયેલા નથી. માથે દેણું થઇ જતાં તેની જમીન વેચાઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં કોરોનામા તેના પિતાનું અવસાન થતાં તે તેના મામાના ગામ મોરબીના માળિયા તાલુકાના ઝીંઝુડા ગામે ગયો હતો, જયાં તેનું નવું મકાન બની રહ્યું છે. છ દિવસ પહેલાં સલાયામાથી 315 કરોડનું ડ્રગ્ઝ ઝડપાતાં ડ્રગ્ઝનો બાકીનો જથ્થો તંત્રના હાથે ઝડપાય નહિ એ માટે આશરે રૂપિયા 600 કરોડની કિંમતનું 120 કિલો ડ્રગ્ઝ સમસુદ્દીનના ઝીંઝુડામાં બનેલા નવા મકાનમા સંતાડાયું હતું, જે એટીએસએ ગઇકાલે ઝડપી લીધું હતું. સમસુદ્દીનન હુસૈનમિયાં સૈયદ ઉર્ફે પીરજાદાબાપુના મકાન ખીજડિયામાં છે. ત્યાં વધુ કોઇ ડ્રગ્ઝનો જથ્થો સંતાડાયો છે કે કેમ એ દિશામા પણ તપાસ થવી જરૂરી છે. જો કે સમગ્ર તપાસ એટીએસ દ્વારા ચાલી રહી હોય સ્થાનિક પોલીસ દ્વારા આ દિશામા કોઇ તપાસ કરાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...