તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:અમરેલીમાં કારના શાે-રૂમમાં રૂપિયા 5.70 લાખની ચાેરી, તસ્કરાે કેશિયર રૂમની તિજાેરીમાં પડેલ નાણાં ઉઠાવી ગયા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી પાછલા કેટલાક સમયથી ખાસ કરીને છેવાડાના વિસ્તારાેમા તસ્કર ટાેળકીઅે દેખા દીધા છે. ત્યારે શહેરમા લાઠી રાેડ પર અાવેલ હુન્ડાઇ કારના શાે-રૂમમા તસ્કરાેઅે ત્રાટકી કેશીયર રૂમમા તિજાેરીમા પડેલ રૂપિયા 5.70 લાખની ચેારી કરી નાસી જતા અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવાઇ છે.

ચાેરીની અા ઘટના અમરેલીમા લાઠી રાેડ પર અાવેલ હુન્ડાઇ કારના શાે-રૂમમા બની હતી. શાેરૂમના માલિક મૃણાલભાઇ હરીશભાઇ ગાંધીઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના શાેરૂમમા ગત રાત્રીના સમયે કાેઇ તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાે કેશીયર રૂમમા રાખેલ તિજાેરીમાથી રાેકડ રૂપિયા 5.70 લાખની મતાની ચાેરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પીઅેસઅાઇ પી.બી.લક્કડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થાેડા દિવસ પહેલા લાઠી રાેડ પર જ ચડ્ડી બનીયાનધારી ટાેળકીઅે દેખાદીધા હતા. જાે કે પાેલીસ અને લાેકાેની સતર્કતાને પગલે ટાેળકી નાસી ગઇ હતી. અા ઉપરાંત છેવાડાના બાયપાસ વિસ્તાર નજીક અાવેલ સાેસાયટીઅાેમા પણ રાત્રીના સમયે ચાેર ટાેળકી દેખા દઇ રહી છે. ત્યારે પાેલીસ દ્વારા સઘન પેટ્રાેલીંગ કરવામા અાવે તેવી લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો