પ્રમાણિકતા:અકસ્માતમાં રીતે ઘવાયેલી મહિલાના રૂા. 5.50 લાખના દાગીના પરિવારને સાેંપાયા

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસડા નજીક અકસ્માતની ઘટનામાં 108ના કર્મીની પ્રમાણિકતા

અમરેલી તાલુકાના વરસડા નજીક અાજે અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલી મહિલાના શરીર પર 5.50 લાખની કિમતના દાગીના હાેય અેમ્બ્યુલન્સના સ્ટાફે પ્રમાણિકતાથી અા દાગીના પરિવારને પરત સાેંપ્યા હતા. વરતેજથી અાવી રહેલા મંજુલાબેન ગુણવંતભાઇ જાેગદીયા (ઉ.વ.50) નામના મહિલા અહી અકસ્માતનાે ભેાગ બનતા માથામા ગંભીર ઇજા પહાેંચી હતી. 108ની ટીમને જાણ કરાતા અેમ્બ્યુલન્સ અહી પહાેંચી હતી. અને મંજુલાબેનને સારવાર માટે અમરેલીની સિવીલ હાેસ્પિટલમા ખસેડયા હતા.

મંજુલાબેને અા સમયે શરીર પર કિમતી સાેનાના દાગીના પહેર્યા હતા. ઇઅેમટી મહેશ સાેલંકી અને પાયલાેટ અારીફ શેખે અા મહિલાનાે સાેનાનાે હાર, ચેઇન, મંગળસુત્ર, કાનની બુટી, ચાર બંગડી તથા પાટલા, ચાર વિંટી અને ચુંક મળી રૂપિયા 5.50 લાખની કિમતના સાેનાના દાગીના અા મહિલાના પરિવારજનાેને પ્રમાણિકતાની પરત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...