તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધારીના ગાેડાઉનમાં રખાયેલાે રૂપિયા 5.39 લાખનાે રેશનીંગનો જથ્થાે સીઝ

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદરનાે શખ્સ ગ્રામ્ય વિસ્તારમાં ડાેલ, ડબ્બાના બદલામાં અનાજ ઉઘરાવી લેતાે હતાે

ધારીમા વિસાવદર રાેડ પર અેક ગાેડાઉનમા રેશનીંગનાે ઘઉં,ચાેખા, ચણાનાે માેટાે જથ્થાે ગેરકાયદે સંગ્રહિત કરાયાે હાેવાની બાતમીના અાધારે પુરવઠા તંત્રઅે અહી દરાેડાે પાડી 5.39 લાખનાે મુદામાલ સીઝ કરી દીધાે હતાે.

તંત્રની પ્રાથમિક જાણકારીમા અેવુ બહાર અાવ્યુ હતુ કે વિસાવદરનાે સલીમ ગફારભાઇ ગાેરી નામના શખ્સે અા જથ્થાે અહી સંગ્રહિત કર્યાે હતાે. તેણે ધારીના વિસાવદર રાેડ પર અેક ગાેડાઉન ભાડે લીધુ હતુ. અા વિસ્તારમા રીક્ષાવાળા ફેરીયાઅાે ગામડાઅાેમા ફરતા હતા અને સરકાર દ્વારા અપાયેલ અનાજ પ્લાસ્ટિકના ડબ્બા, ડાેલ જેવી વસ્તુના બદલામા લાેકાે પાસેથી અેકઠુ કરી લેતા હતા.

અેકઠુ કરાયેલુ અા અનાજ ધારીના અા ગાેડાઉનમા સંગ્રહિત કરવામા અાવતુ હતુ. કલેકટર ગાૈરાંગ મકવાણા અને પ્રાંત અધિકારી સી.કે.ઉંધાડની સુચનાથી ધારી મામલતદાર તથા સ્ટાફે અહી દરાેડાે પાડયાે હતાે. તંત્રની તપાસમા અહીથી 7865 કિલાે રેશનીંગના ઘઉં, 5618 કિલાે ચાેખા તથા 700 કિલાે ચણાનાે જથ્થાે મળી અાવ્યાે હતાે. અા જથ્થાે અેક ટ્રકમા ભરાઇ રહ્યાે હતાે. જેને પગલે તંત્રઅે અનાજ, ટ્રક તથા વજનકાંટા સહિત કુલ 5.39 લાખનાે મુદામાલ સીઝ કર્યાે હતાે. તસવીર- અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...