નિર્ણય:જાફરાબાદના માેક્ષધામના રીપેરીંગ માટે રૂા. 2.50 લાખ ફાળવતા સાેલંકી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝાેડામાં નુકસાન બાદ અગ્નિ સંસ્કારમાં અગવડતા પડતી હતી

જાફરાબાદમા અાવેલા સ્મશાનને ગત વાવાઝાેડા દરમિયાન ભારે નુકશાન પહાેંચ્યુ હતુ અને લાેકાેને સ્વજનાેના અંતિમ સંસ્કારમા અગવડતા પડતી હાેય તેના રીપેરીંગ માટે પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સાેલંકીઅે રૂપિયા અઢી લાખની રકમ અર્પણ કરી હતી.કાળીચાૈદશના દિવસે જ સ્મશાનની મરામત માટે તેમના દ્વારા અા રકમ અાપવામા અાવી હતી. પાંચ માસ પહેલા વાવાઝાેડા દરમિયાન અા સ્મશાનને ભારે નુકશાન થયુ હતુ. દિવાલાેને નુકશાન થવા ઉપરાંત બાકડાઅાે તુટી ગયા હતા. ઉપરના સ્લેબને પણ નુકશાન થયુ હતુ. જેથી ઉનાળાે અને ચાેમાસા દરમિયાન અહી અંતિમ સંસ્કારની પ્રક્રિયામા અગવડતા ભાેગવવી પડી હતી.

જાફરાબાદ વેપારી અેસાે.ના પ્રમુખ હર્ષદભાઇ મહેતા, જયેશભાઇ ઠાકર, કનુભાઇ, શશીકાંતભાઇ, માેહનભાઇ વિગેરે દ્વારા અા બાબતે પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સાેલંકીને રજુઅાત કરવામા અાવતા તેમણે રૂપિયા અઢી લાખની રકમ પાેતાના તરફથી ફાળવી હતી.

અન્ય સમાચારો પણ છે...