તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:જિલ્લામાં 35 હેકટરમાં ગુલાબ, ગલગોટાના ફુલનું વાવેતર, કોરોનામાં વેચાણ ન થતા ખેડૂતોની માઠી

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્પાદન 36 મેટ્રિક ટન વધ્યું, હાલ 7. 11 મેટ્રીક ટન ઉત્પાદન થઇ રહ્યું છે

અમરેલી જિલ્લામાં અન્ય પાકોની સાથે સાથે ફૂલની ખેતી પણ થઈ રહી છે. અહીં ગુલાબ અને ગલગોટાનું 35 હેકટરમાં વાવેતર નોંધાયું છે. તો છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્પાદન 35 મેટરીક ટન વધીને 212માંથી 248 મેટ્રિક ટન પર પહોંચી ગયું છે. પરંતુ કોરોના કાળમાં ફુલનું વેચાણ ન થવાથી ફૂલ ઉગાવતા ખેડૂતોની માઠી બેઠી છે. કોરોના મહામારીના કારણે તમામ ક્ષેત્ર પર ખાસી વિપરીત અસર જોવા મળે છે. કોરોના કાળમાં લાંબા સમય સુધી મંદિર બંધ રહ્યા હતા. ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો, લગ્ન સમારોહ જેવા અનેક વિધ કાર્યક્રમ પર પૂર્ણ વિરામ લાગી ગયું હતું.

જેના કારણે ફૂલોની ખેતી કરનાર ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. અમરેલી જિલ્લામાં હાલ ગુલાબ અને ગલગોટાનું 35 હેકટરમાં વાવેતર નોંધાયું છે. જિલ્લામાં ફૂલની ખેતીમાં છેલ્લા ત્રણ વર્ષ પહેલા ઉત્પાદન 212 મેટ્રીક ટન હતું. પરંતુ તેમાં 35 મેટ્રીક ટન વધીને 248 મેટ્રીક ટન પર પહોંચી ગયું છે. હાલ હેકટર દીઠ 7.11 મેટ્રીક ટન ઉત્પાદન થઈ રહ્યું હોવાનું બાગાયત વિભાગે જણાવ્યું હતું.

જિલ્લામાં ક્યાં ફુલનું કેટલું વાવેતર અને ઉત્પાદન ?
ફૂલ વાવેતર (હેકટર) મે.ટન

ગુલાબ 26 183.9
ગલગોટા 9 64.8

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો