માંગ:ડુંગરી પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાેરણ 6 થી 7માં 123 છાત્રાે અભ્યાસ કરે છે : ચાર રૂમ મંજુર કરવા માંગ

ચલાલા નજીક અાવેલ ઇંગાેરાળા ડુંગરીમા પ્રાથમિક શાળામા અાેરડાની ઘટ જાેવા મળી રહી છે. અહી હાલ ધાેરણ 6 અને 7મા 123 છાત્રાે અભ્યાસ કરી રહ્યાં છે. પરંતુ અાગામી દિવસાેમા ધાેરણ 1 થી 5ના વર્ગાે શરૂ થાય તાે બે પાળીમા શિક્ષણ કાર્ય કરવાની ફરજ પડે જેથી શાળામા વધારાના ચાર રૂમ મંજુર કરવા માંગ ઉઠી છે.અહીની પ્રાથમિક શાળામા હાલ માત્ર ત્રણ અાેરડા જ છે જેના કારણે છાત્રાેને અભ્યાસમા મુશ્કેલી પડી રહી છે. કાેરાેનાની સ્થિતીને પગલે હજુ સુધી ધાેરણ 1 થી 5ના વર્ગાે બંધ જ છે. જાે કે અાગામી દિવાળી બાદ અા વર્ગાે શરૂ કરવા સરકાર વિચારણા કરી રહી છે.

પરંતુ અહીની શાળામા માત્ર ત્રણ જ અાેરડા હાેવાથી સવારે અને બપાેરની અેમ બે પાળીમા શિક્ષણ અાપવુ પડે તેમ છે. હાલમા અહી ધાેરણ 6 અને 7ના છાત્રાેની જ સંખ્યા 123 જેટલી છે. અગાઉ તાલુકા તેમજ જિલ્લા કક્ષાઅે દરખાસ્ત અને ઠરાવ માેકલાવેલા છે પરંતુ હજુ સુધી અહી વધારાના રૂમ મંજુર કરાયા નથી. જેના કારણે છાત્રાેને હાલાકી પડી રહી છે. અા પ્રશ્ને ધારી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાબાભાઇ વાળાને પણ રજુઅાત કરવામા અાવી છે. ત્યારે અહી તાકિદે વધારાના નવા ચાર રૂમ બનાવવામા અાવે તાે અાગામી દિવસાેમા છાત્રાેને અભ્યાસ કરવામા સરળતા પડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...